Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is RS Ambrish who could become the next Hardik Pandya

U19 World Cup 2026 / કોણ છે આરએસ અંબરીશ? જે બની શકે છે ભારતીય ટીમનો આગામી હાર્દિક પંડ્યા

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
U19 World Cup 2026 / કોણ છે આરએસ અંબરીશ? જે બની શકે છે ભારતીય ટીમનો આગામી હાર્દિક પંડ્યા
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમ ઘણા વર્ષોથી ઓલરાઉન્ડરની શોધમાં છે. તેમાં પણ જ્યારે ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડરની વાત આવે છે, ત્યારે યાદી ખૂબ જ ટૂંકી થઈ જાય છે. હાલમાં, હાર્દિક પંડ્યા આ ભૂમિકા પ્રશંસનીય રીતે નિભાવી રહ્યો છે. આ શ્રેણીમાં હાર્દિકને ટક્કર આપવાવાળું અત્યારે કોઈ નથી. ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPL સતત આશાસ્પદ ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડર્સની શોધમાં છે. આ યાદીમાં એક ઉભરતું નામ આરએસ અંબરીશ છે, જે તમિલનાડુનો વતની છે. અંબરીશ લેફટી બેટ્સમેન અને રાઈટ આર્મ મિડિયમ પેસર છે. તે લોઅર ઓર્ડરમાં બેટિંગ કરે છે. તે નવા બોલથી બોલિંગ કરે છે અને પહેલા કે બીજા ક્રમે બોલિંગ પણ કરી શકે છે. અંબરીશની પ્રતિભાને જોતા એવું લાગી રહ્યું છે કે તે ભારતનો બીજો હાર્દિક પંડ્યા બની શકે છે.

App Store

18 વર્ષીય આરએસ અંબરીશ મુખ્યત્વે બોલિંગ ઓલરાઉન્ડર છે. તે હાલમાં અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે ભારતની ટીમમાં આઠમા ક્રમે બેટિંગ કરી રહ્યો છે. તે લોઅર ઓર્ડરના બેટ્સમેન હોવા કરતાં ઘણો પ્રતિભાશાળી છે. 2025ના અંતમાં ઈંગ્લેન્ડના અંડર-19 પ્રવાસ દરમિયાન અંબરીશ ODIમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. અંબરીશના પિતા આર. સુકુમાર પણ ક્રિકેટ રમતા હતા. ભૂતપૂર્વ જુનિયર ક્રિકેટ કેપ્ટન સુકુમાર રેલ્વે માટે કામ કરતા હતા, પરંતુ સિનિયર ટીમમાં સ્થાન ન મેળવી શક્યા. જોકે, તેમને રેલ્વેમાં નોકરીની સુરક્ષા મળી. સુકુમાર તેમના પુત્રની સફળતા દ્વારા પોતાનું સ્વપ્ન જીવી રહ્યા છે.

ઈજાને કારણે અંબરીશ એશિયા કપ ચૂક્યો હતો

અંબરીશે ઈંગ્લેન્ડમાં ચાર દિવસીય ક્રિકેટમાં અડધી સદી ફટકારીને બેટથી પણ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. તમિલનાડુના આ યુવા ખેલાડીએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના અંડર-19 પ્રવાસ દરમિયાન ઘણો અનુભવ અને સફળતા મેળવી હતી. જોકે, ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થઈ જતા તેની વર્લ્ડ કપની તૈયારીઓમાં મુશ્કેલી આવી હતી. જોકે, અ મુશ્કેલી પણ તેને ન રોકી શકી અને તેણે વર્લ્ડ કપ પહેલા જ પોતાની ફિટનેસ પાછી મેળવી લીધી. અંબરીશે નાની ઉંમરે જ હેડલાઈન્સ બનાવી છે. 2025માં તેણે કૂચ બિહાર ટ્રોફીમાં તમિલનાડુને જીત અપાવી હતી. એક કુશળ કેપ્ટન હોવા સાથે અંબરીશે સેમીફાઈનલ અને ફાઈનલમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન

અંડર-19 વર્લ્ડ કપમાં અંબરીશનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેણે 24 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડસામે રમાયેલી મેચમાં 8 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અંબરીશે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 3 મેચમાં 5 વિકેટ લીધી છે. હવે ગ્રુપ સ્ટેજ બાદ સુપર 6 સ્ટેજમાં અંબરીશ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર હશે.