Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Barsapara cricket stadium pitch report for 3rd T20I

IND vs NZ / શું ગુવાહાટીમાં પણ થશે રનનો વરસાદ? જાણો કેવી હશે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / શું ગુવાહાટીમાં પણ થશે રનનો વરસાદ? જાણો કેવી હશે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાહ્લી રહેલી T20I સિરીઝની ત્રીજી મેચ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ હાલમાં 2-0થી આગળ છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ અને કંપની ગુવાહાટીમાં સિરીઝ જીતવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ, મુલાકાતી ટીમ વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ મેચ ચાલો જાણીએ કે ગુવાહાટીની પિચ કેવી હશે. શું બેટ્સમેન પિચ પર પ્રભુત્વ મેળવશે કે બોલરનો દબદબો રહેશે?

App Store

સપાટ પિચ પર રન બનશે

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સપાટ હોય છે, જેના કારણે આ મેદાન પર રનનો વરસાદ થાય છે. બરસાપારામાં લાલ માટીની પિચ હોય છે. પિચ પર થોડું ઘાસ પણ જોવા મળશે. સાંજે ઝાકળના કારણે પિચપર ભેજ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ફાસ્ટ બોલર્સને સારો સ્વિંગ મળી શકે છે.

બંને ટીમોના ફાસ્ટ બોલર્સ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખેલાડીઓને પિચ પર થોડો સમય વિતાવવાની જરૂર પડશે છે. આ પછી બોલ બેટ પર આવતાની સાથે જ બેટ્સમેન એટેક કરવાનું શરૂ કરશે. પહેલી બે મેચની જેમ અહીં પણ ફેન્સને વધુ એક હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

ભારતે ફક્ત એક જ મેચ જીતી

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય T20 ટીમનો રેકોર્ડ ખરાબ છે. આવી સ્થિતિમાં ભારતીય પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે. મેન ઈન બ્લુએ આ મેદાન પર અત્યાર સુધીમાં ચાર T20I મેચ રમી છે. આ દરમિયાન, ટીમે ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે બે હારી છે અને એક મેચ ડ્રો રહી છે.

ભારતીય ટીમે ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે T20I મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે બે મેચમાં ભારતને હરાવ્યું છે, જ્યારે ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. શ્રીલંકા સામેની મેચ ડ્રો રહી હતી. ભારતે છેલ્લે 2023માં આ મેદાન પર T20I રમી હતી.