Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Novak Djokovic became the first player to achieve this milestone in Grand Slams

નોવાક જોકોવિચે ટેનિસની દુનિયામાં રચ્યો નવો ઈતિહાસ, ગ્રાન્ડ સ્લેમમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી બન્યો

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
નોવાક જોકોવિચે ટેનિસની દુનિયામાં રચ્યો નવો ઈતિહાસ, ગ્રાન્ડ સ્લેમમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી બન્યો
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં ટેનિસના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચનું શાનદાર પ્રદર્શન જારી છે. સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં બોટિક વેન ડી ઝેન્ડસચલ્પ સામે ત્રણ સેટની મેચ 3-0થી જીતીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નોવાક જોકોવિચ હવે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના ઈતિહાસમાં 400 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

App Store

બોટિક વેન ડી ઝેન્ડસચલ્પને હરાવીને ઈતિહાસ રચ્યો

નોવાક જોકોવિચે હવે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બોટિક વેન ડી ઝેન્ડસચલ્પ સામે ત્રીજા રાઉન્ડમાં જોકોવિચે પહેલો સેટ 6-3 અને પછી બીજો સેટ 6-4થી જીત્યો હતો. ત્યારબાદ જોકોવિચે ત્રીજા સેટમાં થોડી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, જેના કારણે ટાઈબ્રેકર થયો. તેણે આખરે 7-6 (4) ના માર્જિનથી મેચ જીતી લીધી. આ ગ્રાન્ડ સ્લેમ ઈતિહાસમાં જોકોવિચની 400મી જીત હતી, જે તેના પહેલા કોઈ અન્ય ટેનિસ ખેલાડીએ હાંસલ નહતી કરી. રોજર ફેડરર આ યાદીમાં જોકોવિચ પછી બીજા ક્રમે છે, જેણે કુલ 369 ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી છે.

ગ્રાન્ડ સ્લેમ ઈતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારા ખેલાડીઓ

  • નોવાક જોકોવિચ - 400 જીત
  • રોજર ફેડરર - 369 જીત
  • રાફેલ નડાલ - 314 જીત
  • જીમી કોનર્સ - 233 જીત
  • આન્દ્રે અગાસી - 224 જીત