મૂંઝવણમાં છે પાકિસ્તાન! PCB સિલેક્ટરે ટીમ સિલેક્શન પછી કહ્યું- 'T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનું નિશ્ચિત નથી'

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એક એવું બોર્ડ છે જ્યાં કોઈપણ વાત સ્પષ્ટ નથી હોતી. અહીં કોઈને ખબર નથી કે શું કરવું અથવા અંતિમ નિર્ણય શું છે. આ ફરી એકવાર T20 વર્લ્ડ કપ 2026ને લઈને સાબિત થઈ ગયું છે.
ICC દ્વારા T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બહાર કર્યા પછી PCB ચેરમેને કહ્યું કે તે પણ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે. દરમિયાન, PCBને ICC તરફથી ચેતવણી મળી અને પછી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી. એવું લાગતું હતું કે પાકિસ્તાન હવે વર્લ્ડ કપ રમશે, પરંતુ સિલેક્ટર આકિબ જાવેદે એવું કહીને નવો બોમ્બ ફોડ્યો છે કે વર્લ્ડ કપમાં ભાગ લેવાનું હજુ નિશ્ચિત નથી.
સરકાર નિર્ણય લેશે
PCB ચેરમેને કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. ICCએ કહ્યું હતું કે જો પાકિસ્તાન આ મોટી ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લેશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થઈ જશે. જ્યારે ટીમ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ, ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાન ભાનમાં આવી ગયું છે, પરંતુ આકિબ જાવેદે એક પ્રેસ કોન્ફરન્સમાં નકવીના નિવેદનનું પુનરાવર્તન કરીને બધાને મૂંઝવણમાં મૂકી દીધા છે.
ટીમ સિલેક્શનની પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટ આકિબ જાવેદે વર્લ્ડ કપ અંગે કહ્યું, "અમે સિલેક્ટર્સ છીએ, અમારું કામ ટીમ પસંદ કરવાનું છે. અમે સમયમર્યાદાની ખૂબ નજીક ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપમાં અમારી ભાગીદારી અંગે સરકાર નિર્ણય લેશે, હું આ બાબતે કોઈ ટિપ્પણી નથી કરી શકતો. આ જ વાત ચેરમેન કહી હતી. તેથી, અમે નિર્ણયની રાહ જોઈશું."
પાકિસ્તાન ડ્રામા કરી રહ્યું છે
બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઈનકાર કર્યો હતો અને ICCને તેની મેચ શ્રીલંકામાં ખસેડવાની અપીલ કરી હતી. ICCએ તેની વાત નહતી સાંભળી. BCBએ સુરક્ષાની ચિંતાને ટાંકીને ભારત આવવાનો ઈનકારકર્યો હતો. અ પછી ICCએ હવે તેના બદલે સ્કોટલેન્ડની પસંદગી કરી છે. પાકિસ્તાન સાથે આવું નથી. તે ફક્ત ડ્રામા કરી રહ્યું છે.
BCCI, PCB અને ICCએ ગયા વર્ષે સંમતિ આપી હતી કે 2027 સુધી ભારત-પાકિસ્તાનની બધી મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. આનો અર્થ એ થયો કે જો ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે, તો ભારત ત્યાં નહીં જાય પરંતુ તેની મેચો બીજા વેન્યુ પર રમશે. જ્યારે પાકિસ્તાનને પણ આ જ વાત લાગુ પડે છે. જો ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે, તો પાકિસ્તાન તેની મેચો બીજા વેન્યુ પર રમશે.

