Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's Star batsman Tilak Verma is fit know when he will return on ground

ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યુઝ! ફિટ થયો સ્ટાર બેટ્સમેન તિલક વર્મા, જાણો ક્યારે કરશે મેદાન પર વાપસી

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યુઝ! ફિટ થયો સ્ટાર બેટ્સમેન તિલક વર્મા, જાણો ક્યારે કરશે મેદાન પર વાપસી
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સ્ટાર બેટ્સમેન તિલક વર્માને થોડા સમય પહેલા ઈજા થઈ હતી. આ કારણે તે ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે એવું અપડેટ આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર હવે ફિટ છે અને તે સીધો વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા દર્શાવતો જોવા મળશે.

App Store

તિલક વર્મા ફિટ થયો

જાન્યુઆરી 2026ની શરૂઆતમાં તિલક વર્માને ઈજા થઈ હતી. વિજય હજારે ટ્રોફીમાં રમતી વખતે તેને પેટમાં તિવ્ર દુખાવો થયો હતો અને ત્યારબાદ ટેસ્ટિક્યુલર ટોર્સિયન સર્જરી કરવામાં આવી હતી. BCCIએ જાહેરાત કરી હતી કે તિલક વર્મા ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20I સિરીઝની પ્રથમ ત્રણ મેચ ગુમાવશે. સર્જરી પછી વર્માએ તરત જ T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે એક અહેવાલ મુજબ તિલક સંપૂર્ણપણે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.

ન્યુઝીલેન્ડ સામેની આગામી બે T20I મેચ નહીં રમે

BCCI દ્વારા તિલક વર્માને પ્રથમ ત્રણ T20I મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે આગામી બે T20I મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તિલક કિવી ટીમ સામે વાપસી નહીં કરે. તિલક વર્માની વાપસી સીધી ભારત અને શ્રીલંકાની યજમાનીમાં 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026માં થશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ 3-0ની લીડ સાથે સિરીઝ જીતી ચૂકી છે. તેથી, અહીં તિલકની જરૂર નહીં પડે.

તિલક ટીમ ઈન્ડિયામાં ક્યારે જોડાશે?

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ન્યુઝીલેન્ડ T20I સિરીઝના સમાપન પછી ટીમ ઈન્ડિયા 3 ફેબ્રુઆરીએ વર્લ્ડ કપ માટે મળશે. ટુર્નામેન્ટ શરૂ થવાના ચાર દિવસ પહેલા તૈયારીઓ શરૂ થશે. તિલક વર્મા પણ 3 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયામાં જોડાશે. આવી સ્થિતિમાં તિલક પાસે આરામ કરવા માટે હજુ એક અઠવાડિયું બાકી છે.