WPL 2026 / મેગા ઓક્શન સમાપ્ત, જાણો દરેક ફ્રેન્ચાઈઝીની સ્કવોડ અને કઈ ખેલાડીને મળશે કેટલી સેલેરી

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 મેગા ઓક્શન ગુરુવારે પૂર્ણ થયું હતું. આ વર્ષના ઓક્શનમાં ઘણા રેકોર્ડ તૂટ્યા, જેમાં મોટા નામો પર પૈસાનો વરસાદ થયો અને કેટલીક અનકેપ્ડ ખેલાડીઓએ પણ ધ્યાન ખેંચ્યું. ભારતની વર્લ્ડ કપ હીરો દીપ્તિ શર્માએ સૌથી વધુ હેડલાઇન્સ મેળવી. યુપી વોરિયર્સે તેના RTM (રાઈટ ટુ મેચ) કાર્ડનો ઉપયોગ કરીને દીપ્તિને 3.2 કરોડ રૂપિયામાં ખરીદી, જેનાથી તે WPLના ઈતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી મોંઘી ભારતીય ખેલાડી બની.
બીજી તરફ ન્યુઝીલેન્ડની અમેલિયા કેર આ ઓક્શનમાં સૌથી મોંઘી વિદેશી ખેલાડી બની, જેને મુંબઈ ઈન્ડિયન્સે 3 કરોડ રૂપિયામાં ખરીદી. હવે ઓક્શન સમાપ્ત થયા બાદ ચાલો તમને તમામ ફ્રેન્ચાઈઝીની આખી સ્કવોડ અને તેમાં કઈ ખેલાડીની કેટલી સેલેરી કેટલી હશે તે અંગે જણાવી દઈએ.
મુંબઈ ઈન્ડિયન્સ
નેટ સિયવર-બ્રન્ટ (3.5 કરોડ), હરમનપ્રીત કૌર (2.5 કરોડ), હેલી મેથ્યુઝ (1.75 કરોડ), અમનજોત કૌર (1 કરોડ), જી કમલિની (50 લાખ), અમેલિયા કેર (3 કરોડ), શબનમ ઈસ્માઈલ (60 લાખ), સંસ્કૃતિ ગુપ્તા (20 લાખ), સજીવના સજના (75 લાખ), રાહિલા ફિરદૌસ (10 લાખ), નિકોલા કેરી (30 લાખ), પૂનમ ખેમનાર (10 લાખ), ત્રિવેણી વશિષ્ઠ (20 લાખ), નલ્લા રેડ્ડી (10 લાખ), સાયકા ઇશાક (30 લાખ), મિલી ઇલિંગવર્થ (10 લાખ).
દિલ્હી કેપિટલ્સ
જેમિમા રોડ્રિગ્સ (2.2 કરોડ), શેફાલી વર્મા (2.2 કરોડ), એનેબલ સધરલેન્ડ (2.2 કરોડ), મેરિજોન કેપ (2.2 કરોડ), નિકી પ્રસાદ (50 લાખ), લૌરા વોલ્વાર્ડ (1.1 કરોડ), ચિનેલ હેનરી (1.3 કરોડ), શ્રી ચરાણી (1.3 કરોડ), સ્નેહ રાણા (50 લાખ), લિઝલી લી (30 લાખ), દિયા યાદવ (10 લાખ), તાનિયા ભાટિયા (30 લાખ), મમતા માડીવાલા (10 લાખ), નંદની શર્મા (20 લાખ), લ્યુસી હેમિલ્ટન (10 લાખ), મિન્નૂ મણિ (40 લાખ).
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
સ્મૃતિ મંધાના (3.5 કરોડ), રિચા ઘોષ (2.75 કરોડ), એલિસ પેરી (2 કરોડ), શ્રેયંકા પાટીલ (60 લાખ), જ્યોર્જિયા વોલ (60 લાખ), નાદીન ડી ક્લાર્ક (65 લાખ), રાધા યાદવ (65 લાખ), લોરેન બેલ (90 લાખ), લિન્સે સ્મિથ (30 લાખ), પ્રેમા રાવત (20 લાખ), અરુંધતી રેડ્ડી (75 લાખ), પૂજા વસ્ત્રકાર (85 લાખ), ગ્રેસ હેરિસ (75 લાખ), ગૌતમી નાઈક (10 લાખ), પ્રથ્યોષા કુમાર (10 લાખ), ડી હેમલતા (30 લાખ).
ગુજરાત જાયન્ટ્સ
એશ્લે ગાર્ડનર (3.5 કરોડ), બેથ મૂની (2.5 કરોડ), સોફી ડિવાઇન (2 કરોડ), રેણુકા સિંહ (60 લાખ), ભારતી ફુલમાલી (70 લાખ), ટિટસ સાધુ (30 લાખ), કાશવી ગૌતમ (65 લાખ), કનિકા આહુજા (30 લાખ), તનુજા કંવર (45 લાખ), જ્યોર્જિયા વેરહેમ (1 કરોડ), અનુષ્કા શર્મા (45 લાખ), હેપ્પી કુમારી (10 લાખ), કિમ ગાર્થ (50 લાખ), યાસ્તિકા ભાટિયા (50 લાખ), શિવાની સિંહ (10 લાખ), ડેની વ્યાટ-હોજ (50 લાખ), રાજેશ્વરી ગાયકવાડ (40 લાખ), આયુષી સોની (30 લાખ).
યુપી વોરિયર્સ
શ્વેતા સહરાવત (50 લાખ), દીપ્તિ શર્મા (3.2 કરોડ), સોફી એક્લેસ્ટોન (85 લાખ), મેગ લેનિંગ (1.9 કરોડ), ફોબી લિચફિલ્ડ (1.2 કરોડ), કિરણ નવગીરે (60 લાખ), હરલીન દેઓલ (50 લાખ), ક્રાંતિ ગૌડ (50 લાખ), આશા શોભના (1.1 કરોડ), ડિઆન્દ્રા ડોટિન (80 લાખ), શિખા પાંડે (2.4 કરોડ), શિપ્રા ગિરી (10 લાખ), સિમરન શેખ (10 લાખ), તારા નોરિસ (10 લાખ), ક્લો ટ્રાયન (30 લાખ), સુમન મીના (10 લાખ), જી ત્રિશા (10 લાખ), પ્રતિકા રાવલ (50 લાખ).

