મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Women's Premier League: આજે વડોદરામાં ટકરાશે ગુજરાત અને બેંગ્લોર, આવી હોઈ શકે છે બંનેની પ્લેઈંગ ઈલેવન

Women's Premier League: આજ (14 ફેબ્રુઆરી) થી વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી એડિશન એટલે કે શરૂ થઈ ર

Women's Premier League: આજે વડોદરામાં ટકરાશે ગુજરાત અને બેંગ્લોર, આવી હોઈ શકે છે બંનેની પ્લેઈંગ ઈલેવન

Women's Premier League: આજ (14 ફેબ્રુઆરી) થી વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી એડિશન એટલે કે શરૂ થઈ રહી છે. WPL 2025ની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર WPL 2025માં પોતાનું ટાઈટલ જાળવી રાખવાના ઈરાદા સાથે ઉતરશે.

WPL 2025ની પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે?

WPL 2025ની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ ગુજરાત અને બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર થશે અને લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર કરવામાં આવશે.

પિચ રિપોર્ટ

વડોદરાના કોટંબી સ્ટેડિયમની પિચની વાત કરીએ તો, અહીં બેટ્સમેન અને બોલરો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળે છે. જૂની મેચોના આધારે, નવો બોલ ફાસ્ટ બોલરોને મદદ કરશે તેવી અપેક્ષા છે. બીજી ઈનિંગમાં સ્પિનરનું વર્ચસ્વ વધી શકે છે કારણ કે વિકેટ ધીમી પડી જશે. બેટ્સમેનોએ સાવધાનીપૂર્વક શરૂઆત કરવી પડશે, પરંતુ એકવાર તે ક્રીઝ પર સ્થિર થઈ જાય પછી, તેને મોટા શોટ રમવાની તક મળી શકે છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ગુજરાત અને બેંગ્લોરની ટીમ વિમેન્સ પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં ચાર વખત આમનેસામને થઈ છે. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. કારણ કે બંને ટીમોએ એકબીજા સામે 2-2 મેચ જીતી છે. હવે જોવાનું એ રહે છે કે WPL 2025ની પહેલી મેચ કોણ જીતે છે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ગુજરાત જાયન્ટ્સ

એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની (વિકેટકીપર), લૌરા વોલ્વાર્ડટ, હરલીન દેઓલ, ડિએન્ડ્રા ડોટિન, દયાલન હેમલતા, સિમરન શેખ, સાયલી સતઘરે, મેઘના સિંહ, તનુજા કંવર, કાશ્વી ગૌતમ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

સ્મૃતિ મંધાના (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ડેની વ્યાટ, સબ્બિનેની મેઘના, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહામ, કિમ ગાર્થ, શ્રેયંકા પાટિલ, કનિકા આહુજા, રેણુકા સિંહ ઠાકુર, એકતા બિષ્ટ.

આ સમાચાર શેર કરો