વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનું શેડ્યૂલ જાહેર થયું, આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026 3 ઓક્ટોબરથી શરૂ થશે, જેનું સંપૂર્ણ શેડ્યૂલ શનિવારે જાહેર કરવામાં આવ્યો છે. શરૂઆતના દિવસે ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારતનું નેતૃત્વ યુવરાજ સિંહ કરશે જેની સામે ડેવિડ વોર્નર ઓપનિંગ મેચમાં કેપ્ટન તરીકે રમશે. પાકિસ્તાનનું નેતૃત્વ શાહિદ આફ્રિદી કરશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026માં કુલ સાત ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે, તેની ફાઈનલ 18 ઓક્ટોબરે રમાશે. બધી મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અને દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ માટે મોઈન અલી, વેસ્ટ ઈન્ડિઝ માટે ક્રિસ ગેલ, સાઉથ આફ્રિકા માટે એબી ડી વિલિયર્સ, ભારત માટે યુવરાજ સિંહ, પાકિસ્તાન માટે શાહિદ આફ્રિદી, ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ રિયાદ છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ક્યારે છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026ની મેચ 10 ઓક્ટોબરે યોજાવાની છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ
- 3 ઓક્ટોબર - ભારત C vs ઓસ્ટ્રેલિયા C
- 3 ઓક્ટોબર - પાકિસ્તાન C vs બાંગ્લાદેશ C
- 4 ઓક્ટોબર - સાઉથ આફ્રિકા C vs વેસ્ટ ઈન્ડિઝ C
- 4 ઓક્ટોબર - ભારત C vs ઈંગ્લેન્ડ C
- 5 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા C vs પાકિસ્તાન C
- 5 ઓક્ટોબર - બાંગ્લાદેશ C vs ઈંગ્લેન્ડ C
- 6 ઓક્ટોબર - ભારત C vs સાઉથ આફ્રિકા C
- 6 ઓક્ટોબર - પાકિસ્તાન C vs વેસ્ટ ઈન્ડિઝ C
- 7 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા C vs બાંગ્લાદેશ C
- 7 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ C vs વેસ્ટ ઈન્ડિઝ C
- 9 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા C vs બાંગ્લાદેશ C
- 9 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા C vs વેસ્ટ ઈન્ડિઝ C
- 10 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ C vs સાઉથ આફ્રિકા C
- 10 ઓક્ટોબર - ભારત C vs પાકિસ્તાન C
- 11 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા C vs વેસ્ટ ઈન્ડિઝ C
- 11 ઓક્ટોબર - ભારત C vs બાંગ્લાદેશ C
- 12 ઓક્ટોબર - પાકિસ્તાન C vs સાઉથ આફ્રિકા C
- 13 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા C vs ઈંગ્લેન્ડ C
- 13 ઓક્ટોબર - ભારત C vs વેસ્ટ ઈન્ડિઝ C
- 14 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ C vs પાકિસ્તાન C
- 14 ઓક્ટોબર - બાંગ્લાદેશ C vs સાઉથ આફ્રિકા C

