Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's Asia Cup Rising Stars IND A vs BAN A Final match preview

Women's Asia Cup Rising Stars / આજે ટાઈટલ માટે ટકરાશે ભારત-બાંગ્લાદેશ, ક્યાં અને ક્યારે જોવી લાઈવ મેચ?

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Women's Asia Cup Rising Stars / આજે ટાઈટલ માટે ટકરાશે ભારત-બાંગ્લાદેશ, ક્યાં અને ક્યારે જોવી લાઈવ મેચ?
સોર્સ : GSTV

ક્રિકેટમાં વધુ એક હાઇ-વોલ્ટેજ મેચનો સમય આવી ગયો છે. ઈન્ડિયા-A અને બાંગ્લાદેશ-Aની મહિલા ટીમો વચ્ચે આજે (22 ફેબ્રુઆરી) વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની ફાઈનલ રમાશે, જેમાં બંને ટીમો ટાઈટલ કબજે કરવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે. જ્યારે ભારતીય ટીમ પર ટ્રોફી ડિફેન્ડ કરવાનું દબાણ હશે, ત્યારે બાંગ્લાદેશની ટીમ સામે તેનો અજેય સિલસિલો જાળવવાનો પડકાર હશે. તમને જણાવી દઈએ કે બંને ટીમો સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં એકબીજાનો સામનો કરશે. વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2023માં પણ આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાઈ હતી, જે ભારતીય ટીમે 31 રનથી જીતીને ટ્રોફી પોતાના નામે કરી હતી.

App Store

ફાઈનલ સુધીની સફર

ઈન્ડિયા-A એ ટુર્નામેન્ટની શરૂઆત UAE સામેની હાર સાથે કરી હતી. આ હાર બાદ કેપ્ટન રાધા યાદવની ટીમે વાપસી કરી. ટીમે પહેલા પાકિસ્તાન-Aને 8 વિકેટથી હરાવ્યું અને પછી સેમીફાઈનલમાં શ્રીલંકા-A ને 7 વિકેટથી હરાવીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. તનુજા કંવરની 4 વિકેટે મેચ પલટી હતી.

બીજી બાજુ બાંગ્લાદેશ-A સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી. ગ્રુપ Bમાં ટોચ પર રહ્યા બાદ, તેણે સેમીફાઈનલમાં પાકિસ્તાન-Aને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફહિમા ખાતુનના નેતૃત્વમાં તેની બોલિંગ આ સિઝનમાં સૌથી સારી રહી છે, જેના કારણે વિરોધી બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બન્યા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું ઈન્ડિયા-A પોતાનો દબદબો જાળવી રાખશે કે પછી બાંગ્લાદેશ-A અજેય અભિયાન સાથે ઈતિહાસ રચશે.

મેચની વિગતો

  • તારીખ: 22 ફેબ્રુઆરી, 2026
  • સમય: 12:30 PM (ભારતીય સમય મુજબ)
  • સ્થળ: બેંગકોક, થાઈલેન્ડ

મેચ ક્યાં લાઈવ જોવી?

ભારતમાં આ મહામુકાબલો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV એપ્લિકેશન અને વેબસાઈટ પર જોવા મળશે. ક્રિકેટ ફેન્સ હિન્દી, અંગ્રેજી અને તમિલ અને તેલુગુમાં ક્રિકેટ કોમેન્ટ્રીનો આનંદ માણી શકશે.

બંને ટીમો

ભારત: નંદિની કશ્યપ, વૃંદા દિનેશ, અનુષ્કા શર્મા, તેજલ હસબનીસ, રાધા યાદવ (કેપ્ટન), મમતા મદિવાલા (વિકેટકીપર), મિન્નુ મણિ, તનુજા કંવર, પ્રેમા રાવત, સાયમા ઠાકોર, જીંતિમણી કલિતા, સોનિયા મેંધિયા, હુમૈરા કાઝી, નંદિની શર્મા, દિયા યાદવ.

બાંગ્લાદેશ: ઈશ્મા તન્ઝીમ, શમીમા સુલતાના (વિકેટકીપર), સરમીન સુલતાના, ફાહિમા ખાતુન (કેપ્ટન), લતા મોંડલ, ફરઝાના ઈસ્મિન, શોરીફા ખાતુન, સાદિયા અખ્તર, ફાતિમા જહાં સોનિયા, સંજીદા અખ્તર મેઘલા, ફરીહા ત્રિસ્ના, જન્નતુલ ફરદુસ, સુમૈયા અખ્તર, રૂબિયા હૈદર ઝેલિક, તાજ નેહર.