મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

U19 Asia Cup / આજે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં ભારતીય ટીમ? ICCએ કરી આ માંગ

અંડર-19 એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત

U19 Asia Cup / આજે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં ભારતીય ટીમ? ICCએ કરી આ માંગ

અંડર-19 એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું છે. એશિયા કપ 2025માં, ભારતીય ટીમર હાથ મિલાવવાનું સંપૂર્ણપણે ટાળ્યું હતું, એમ કહીને કે તેઓ ફક્ત મેચ રમવા માટે આવી રહ્યા છે. વિમેન્સ વર્લ્ડ કપ અને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં પણ ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ આજે ફરી એકવાર એકબીજાનો સામનો કરશે, તેથી પ્રશ્ન એ છે કે તેઓ હાથ મિલાવશે કે નહીં.

ICCએ ભારત-પાકિસ્તાન મેચ અંગે મોટી માંગણી કરી

PTIના અહેવાલ મુજબ, ICC એ રાજકારણને રમતની ભાવનાથી સંપૂર્ણપણે અલગ રાખવાની માંગ કરી છે. જોકે, અંતિમ નિર્ણય BCCI પાસે છે, જેણે ટીમ મેનેજર આનંદ દાતારને હાથ ન મિલાવવા અંગે અગાઉ જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવાની સૂચના આપી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારતીય ટીમ હાથ ન મિલાવવાનો નિર્ણય લે છે, તો તેણે મેચ રેફરીને અગાઉથી જાણ કરવી પડશે.

BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, "ખેલાડીઓને કંઈ કહેવામાં નથી આવ્યું. જોકે, BCCIએ ટીમ મેનેજર આનંદ દાતારને સ્પષ્ટ સૂચના આપી છે. હવે જો ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવે, તો તેમણે મેચ રેફરીને અગાઉથી જાણ કરવી પડશે. અમે સમજીએ છીએ કે ICC જુનિયર ક્રિકેટમાં રાજકારણ નથી લાવવા માંગતી."

શું ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવે?

જ્યારે એશિયા કપ, વિમેન્સ વર્લ્ડ કપ અને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં  ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ નહતા મિલાવ્યા, ત્યારે ફેન્સે તેમની પ્રશંસા કરી હતી. બધાએ તેમના નિર્ણયની પ્રશંસા કરી હતી. આવી સ્થિતિમાં, ભારતીય અંડર-19 ટીમ પણ નો-હેન્ડશેક નીતિ ચાલુ રાખી શકે છે. ICCની માંગણીઓ છતાં, એવું લાગે છે કે BCCI ભારતીય ટીમના ખેલાડીઓને હાથ મિલાવાની મંજૂરી નહીં આપે.

આ સમાચાર શેર કરો