Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Why did Vaibhav finally have to be included in the team? Captain Shreyas Iyer's big revelation

VIDEO: આખરે વૈભવને ટીમમાં કેમ લેવો પડ્યો? કેપ્ટન શ્રેયસ અય્યરનો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ, 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને ઈતિહાસ રચી દીધો છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ભારતનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. સૂર્યવંશીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સૂર્યવંશીને જેવા જ માન્ચેસ્ટર ટી20માં ઉપ કપ્તાન તિલક વર્માએ ડેબ્યૂ કેપ સોંપી તેની સાથે જ તમામ ભારતીય ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સૂર્યવંશીનું ડેબ્યૂ થતા જ કેપ્ટન શ્રેયસ અય્યરે તેના જોરદાર વખાણ કર્યા હતા. શ્રેયસ અય્યરે ટોસ જીત્યા બાદ જણાવ્યું કે આ ખેલાડીએ નેટ્સ પર શાનદાર પ્રદર્શન કર્યું જેના કારણે તેને ડેબ્યૂ કરાવવું પડ્યું.

App Store

કેપ્ટન શ્રેયસ અય્યર દ્વારા પ્રશંસા

વૈભવ સૂર્યવંશીના વખાણ તેના ટેલેન્ટની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું-

છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે તેને બેટિંગ કરતો જોયો છે. મને લાગે છે કે તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે હકદાર હતો. સૂર્યવંશીની ખાસ વાત એ છે કે તે દબાણ લેતો જ નથી. તેનો સ્વભાવ જ એવો છે. તેને ખબર છે કે આગામી મેચોમાં શું પડકાર સામે આવવાનો છે. સૂર્યવંશીએ નેટ્સ પર કમાલની બેટિંગ કરી. તેણે તમામ બોલરોને આડે હાથ લીધા. તે એવો જ ખેલાડી છે.

શ્રેયસ અય્યરે સંજુ સેમસનને ટીમમાંથી ડ્રોપ કર્યા બાદ કહ્યું કે-

ટીમ ઈન્ડિયામાં ઘણી વધારે હરીફાઈ છે. ટીમ ઈન્ડિયામાં એટલું ટેલેન્ટ છે જે અદ્ભુત છે. અય્યરે કહ્યું કે આ જ દબાણ તેમને સર્વશ્રેષ્ઠ લાગે છે.

સંજુ સેમસન ટીમમાંથી બહાર

સંજુ સેમસને માત્ર 14 વર્ષની ઉંમરે આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું અને હવે આ ખેલાડી 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યો છે. સૂર્યવંશીને તક પણ સંજુ સેમસનની જગ્યાએ આપવામાં આવી છે જે તાજેતરમાં ટી20 વર્લ્ડ કપ 2026ના પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યા હતા. સંજુ સેમસનને સતત ત્રણ મેચમાં ફ્લોપ થવું ભારે પડી ગયું.

ભારત અને ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન

ટીમ ઈન્ડિયા: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
ટીમ ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક, જેકબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.