મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophy 2025 / ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા કોની સામે સેમીફાઈનલ રમશે ભારત? અહીં સમજો સમીકરણ

ગઈકાલે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

Champions Trophy 2025 / ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા કોની સામે સેમીફાઈનલ રમશે ભારત? અહીં સમજો સમીકરણ

ગઈકાલે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. જેથી બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ મેચ બાદ ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી ગ્રુપ Bની બીજી ટીમ આજે નક્કી થશે. જો સાઉથ આફ્રિકા મોટા માર્જિનથી હારી જાય છે, તો તે સેમીફાઈનલ માટે ક્વોલિફાય થવાથી ચૂકી જશે. જોકે, તેની અપેક્ષાઓ ઘણી ઓછી છે. ગ્રુપ અમાંથી ભારત અને ન્યુઝીલેન્ડની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણા ફેન્સના મનમાં એક પ્રશ્ન છે કે સેમીફાઈનલમાં તેમનો મુકાબલો કોની સાથે થશે.

તમને જણાવી દઈએ કે ભારત કોની સામે સેમીફાઈનલ મેચ રમશે તે હજુ નક્કી નથી થયું. તેનો નિર્ણય 2 માર્ચની રાત સુધીમાં થશે. ચાલો ધારીએ કે ટીમ ઈન્ડિયા 2 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ગ્રુપ Aના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચે છે, તો આવી સ્થિતિમાં, સેમીફાઈનલ મેચમાં, તે ગ્રુપ Bના પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરશે.

ગ્રુપ Bનું પોઈન્ટ્સ ટેબલ હજુ નક્કી નથી થયું. આજની મેચ પછી તેનો નિર્ણય લેવામાં આવશે. જો સાઉથ આફ્રિકા આજની મેચ જીતી જાય છે, તો તે પોઈન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાને આવશે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને સરકી જશે. આ મુજબ, જો ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં નંબર વન પર રહેશે તો સેમીફાઈનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. જો તે બીજા સ્થાને રહેશે તો તેમનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની બધી મેચ જીતી છે. તેણે પહેલી મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. શુભમન ગિલે તે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ પછી, ભારતે તેની કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન સામે પણ સરળ જીત નોંધાવી હતી. વિરાટ કોહલીએ લાંબા સમય પછી સદી ફટકારી હતી. ભારતનો આગામી મુકાબલો 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે છે. આ મેચ નક્કી કરશે કે તે પોઈન્ટ્સ ટેબલમાં કયા સ્થાને રહેશે.

આ સમાચાર શેર કરો