મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર! શુભમન ગિલ અંગે આવી મોટી અપડેટ

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો એક મજબૂત ખેલાડી છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામે સદી ફટકા

IND vs NZ / ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર! શુભમન ગિલ અંગે આવી મોટી અપડેટ

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો એક મજબૂત ખેલાડી છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ગિલ વિશે સમાચાર હતા કે તે બીમાર છે. આ કારણોસર, શુભમન ટ્રેનિંગ સેશનમાં પણ હાજર નહતો રહ્યો. પરંતુ એક રિપોર્ટ મુજબ, ગિલ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરી શકે છે. શુભમન પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.

એક અહેવાલ મુજબ, શુભમન ગિલે શુક્રવારે પ્રેક્ટિસ કરી હતી. જોકે, તેણે પાછલા બે દિવસથી પ્રેક્ટિસમાં ભાગ નહતો લીધો. શુભમન હવે સંપૂર્ણપણે ફિટ છે અને ન્યુઝીલેન્ડ સામે પણ રમી શકે છે. કેપ્ટન રોહિત શર્માને બ્રેક આપવામાં આવી શકે છે. ગિલની ગેરહાજરીમાં તેને કેપ્ટનશિપ પણ મળી શકે છે. શુભમનનો અત્યાર સુધીનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. તે ન્યુઝીલેન્ડ સામે ફરી એકવાર કમાલ કરી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રદર્શન ગિલનું પ્રદર્શન

શુભમન ગિલ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં બે મેચ રમ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ગિલે અણનમ 101 રન બનાવ્યા હતા. આ પછી તેણે પાકિસ્તાન સામે 46 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. શુભમન તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ભારત માટે 52 ODI મેચ રમી ચૂક્યો છે. આ જેમાં તેણે 2734 રન બનાવ્યા છે. આ દરમિયાન ગિલે 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે.

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ ક્યારે અને ક્યાં રમશે?

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તે ન્યુઝીલેન્ડ સામે છેલ્લી ગ્રુપ મેચ રમશે. આ પછી, સેમીફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ભારતની સેમીફાઈનલ 4 માર્ચે છે. પરંતુ હજુ સુધી તે નક્કી નથી કે તે કઈ ટીમનો સામનો કરશે. જો આપણે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ વિશે વાત કરીએ તો તે 9 માર્ચે રમાશે.

આ સમાચાર શેર કરો