Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is Naman Dhir who made debut opportunity against the West Indies

વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કરનાર નમન ધીર કોણ છે? T20 લીગમાં રમી હતી 64 બોલમાં 173 રનની ધમાકેદાર ઈનિંગ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કરનાર નમન ધીર કોણ છે? T20 લીગમાં રમી હતી 64 બોલમાં 173 રનની ધમાકેદાર ઈનિંગ
સોર્સ : gstv

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ODIમાં ઓલરાઉન્ડર નમન ધીરની પસંદગી કરવામાં આવી છે. નમનનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટોસ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે તેને તેની ડેબ્યુ કેપ આપી હતી. નમને તાજેતરમાં શેર-એ-પંજાબ T20 લીગમાં 64 બોલમાં 173 રનની વિસ્ફોટક ઈનિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

App Store

નમન ધીરનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ

26 વર્ષીય ઓલરાઉન્ડર નમન ધીરે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. મેચ પહેલા તેને ભારતીય ODI કેપ આપવામાં આવી હતી. કેપ્ટન શુભમન ગિલે તેને ડેબ્યુ કેપ આપી. આ સાથે તે ભારત માટે ODI ડેબ્યુ કરનાર 264મો ખેલાડી બન્યો. તે ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરનાર 422મો ખેલાડી પણ છે. હવે નમન આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયત્ન કરશે.

નમન ધીર કોણ છે?

નમન ધીરનો જન્મ 31 ડિસેમ્બર, 1999ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. નમન એક ઓલરાઉન્ડર છે જે જમણા હાથે બેટિંગ કરે છે અને ઓફ-બ્રેક સ્પિન બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. નમન સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તેણે 2022માં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યુ કર્યું હતું. તેનો ડોમેસ્ટિક ક્રિકેટ રેકોર્ડમાં ઘણો પ્રભાવશાળી રહ્યો છે.

તેણે અત્યાર સુધીમાં 20 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 669 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. તેણે 14 લિસ્ટ A ઈનિંગ્સમાં 351 રન બનાવ્યા છે, જ્યારે તેણે 61 T20 મેચોમાં 1222 રન બનાવ્યા છે. નમન બોલ સાથે પણ ઉપયોગી સાબિત થયો છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 17, લિસ્ટ A ક્રિકેટમાં 7 અને T20 ક્રિકેટમાં 8 વિકેટ લીધી છે. વધુમાં, તે 2023-24 સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી પંજાબ ટીમનો ભાગ હતો.

માત્ર 64 બોલમાં તોફાની 173 રન બનાવ્યા

નમન ધીરે તાજેતરમાં શેર-એ-પંજાબ T20 કપ 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી હેડલાઈન્સમાં સ્થાન મેળવ્યું હતું. અમૃતસર સુરમાસનું નેતૃત્વ કરતા નમન 8 સપ્ટેમ્બરના રોજ મોહાલી કિંગ્સ સામે 173 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેમાં 16 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. તેની વિસ્ફોટક ઈનિંગે સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું અને તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન અપાવ્યું.

નમન ધીરની IPL કારકિર્દી

નમન ધીરે 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યુ કર્યું હતું. પહેલી સિઝનમાં તેણે સાત મેચ રમી અને પોતાની પ્રતિભા દર્શાવી. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તેની અણનમ 62 રનની ઈનિંગ સૌથી વધુ ચર્ચામાં રહી. મુંબઈએ તેને પછીની સિઝનમાં રિલીઝ કર્યો હોવા છતાં ફ્રેન્ચાઈઝીએ IPL 2025ના ઓક્શનમાં રાઈટ-ટુ-મેચ કાર્ડનો ઉપયોગ કરીને તેને ફરીથી સાઈન કર્યો.

IPL 2025માં નમન 16 મેચ રમ્યો, જેમાં 182.60ના સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા. IPL 2026 માં તેનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રહ્યું, તેણે 14 મેચમાં 318 રન બનાવ્યા.