મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophy 2025 / સેમીફાઈનલમાં કઈ ટીમ સામે ટકરાશે ભારત? અહીં જાણો દરેક વિગતો

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી છે. ચેમ્પિયન્

Champions Trophy 2025 / સેમીફાઈનલમાં કઈ ટીમ સામે ટકરાશે ભારત? અહીં જાણો દરેક વિગતો

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયા કઈ ટીમ સામે રમશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. ચાલો, અમે તમને આખું સમીકરણ સમજાવીએ અને જણાવીએ કે ભારતની સેમીફાઈનલ મેચ ક્યારે, ક્યાં અને કયા સમયે રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સફર વિશે વાત કરીએ તો, તે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે ગ્રુપ Aમાં સામેલ છે. ભારતે બાંગ્લાદેશ સામેની પહેલી મેચ 6 વિકેટે જીતી હતી. આ પછી, પાકિસ્તાનને પણ 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સાથે રમવાની છે, જોકે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન પહેલાથી જ નક્કી થઈ ગયું છે.

પહેલી સેમીફાઈનલ મેચ ક્યારે રમાશે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ 4 માર્ચે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 2 વાગ્યે થશે.

બીજી સેમીફાઈનલ મેચ ક્યારે રમાશે?

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઈનલ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. ટોસ ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યે થશે અને મેચ 2:30 વાગ્યે શરૂ થશે.

ભારતનો સેમીફાઈનલ મુકાબલો ક્યારે અને ક્યાં રમાશે?

ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારત તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો સેમીફાઈનલ મુકાબલો 4 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત કઈ ટીમ સાથે સેમીફાઈનલ મેચ રમશે?

ન્યુઝીલેન્ડની ટીમ ભારત સાથે ગ્રુપ Aમાંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ છે. હવે ભારત કઈ ટીમ સાથે સેમીફાઈનલ મેચ રમશે તે જાણવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ખાસ બની ગઈ છે. જો ભારત જીતશે, તો તે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેશે અને ન્યુઝીલેન્ડ જીતશે તો તે ટોપ પર રહેશે. જો ભારત ટોપ પર રહેશે તો તેનો સામનો ગ્રુપ Bની નંબર 2 ટીમ સાથે થશે. જો ભારત ન્યુઝીલેન્ડ સામેની મેચ હારી જાય છે તો તે ગ્રુપ Bની ટોપ ટીમ સામે રમશે.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી, ગ્રુપ Bમાંથી કોઈપણ ટીમની સેમીફાઈનલ ટિકિટ કન્ફર્મનથી  થઈ. બધી ટીમોએ 1-1 મેચ રમી છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 1-1 જીત સાથે અનુક્રમે 1 અને 2 નંબરે છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન હજુ પણ પોતાની પહેલી જીતની શોધમાં છે.

આ સમાચાર શેર કરો