ઓસ્ટ્રલિયા સામે ODI રમશે વિરાટ, એ પહેલા ચાહકોને ગમ્યો 'કિંગ કોહલી'નો નવો લુક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરિઝ શરૂ થવામાં એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે. દરમિયાન વિરાટ કોહલી ભારત પરત ફર્યો છે, જ્યાં તે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. મંગળવારે એટલે કે આજે14 ઓક્ટોબરના રોજ કિંગ કોહલી નવી દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાં તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે કાળા શર્ટ અને સફેદ ટ્રાઉઝરમાં દેખાયો હતો, તેના લુકના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
ફેન્સને ગમ્યો વિરાટનો ન્યુ લુક
નવી દિલ્હી એરપોર્ટ પર વિરાટ કોહલીને જોની સાથે જ ચાહકો તેના માટે ઉત્સાહિત થઈ ગયા. આ જ કારણ છે કે કાળા શર્ટ અને સફેદ ટ્રાઉઝરમાં તેનો ફોટો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે IPL 2025ના સમાપન પછી, વિરાટ કોહલી તેના બાળકો અને પત્ની સાથે લંડન જવા રવાના થયો હતો. દરમિયાન વિરાટે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ખેલાડીઓ ક્યારે ઓસ્ટ્રેલિયા જશે?
મળતા અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ બે અલગ-અલગ બેચમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. એવું કહેવામાં આવ્યું છે કે, કેટલાક ખેલાડીઓ સવારે ફ્લાઇટમાં બેસશે, જ્યારે અન્ય સાંજે ફ્લાઇટમાં બેસશે. અહીંથી, ટીમ ઈન્ડિયા સીધી પર્થ જશે, જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરે પ્રથમ ODI મેચ રમાશે.

