IND vs NZ / જેણે ભારતને હરાવ્યું, તેને જ વિરાટ કોહલીએ ગિફ્ટમાં આપી ભારતીય ટીમની જર્સી

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ એકલા હાથે ભારતીય બેટિંગ લાઈન-અપને તોડી નાખ્યું. 334 રનનો ટાર્ગેટ ચેઝ પીછો કરતા હેનરીએ ભારતીય ટીમને સ્વસ્થ થવાની તક ન આપી, ભારતના ત્રણ ટોચના બેટ્સમેન, રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને પહેલી જ ઓવરમાં આઉટ કરીને ન્યુઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. કિવી બોલરે મેચમાં કુલ છ વિકેટ લઈને ન્યુઝીલેન્ડની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેચ પછી વિરાટ કોહલીએ હેનરીના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને ભારતીય જર્સી ગિફ્ટમાં આપી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ કોહલીએ હેનરીને જર્સી ભેટમાં આપી
વિરાટ કોહલીએ મેચ પછી ચોથી ODIમાં ભારતીય ટીમને ભારે ઝટકો આપનાર મેટ હેનરીને ગિફ્ટ આપી. તેની ખતરનાક બોલિંગને કારણે ભારતે પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, વિરાટ કોહલીએ તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેની ઉત્તમ બોલિંગ માટે તેને તેની જર્સી ગિફ્ટમાં આપી. મેચ પછી ન્યુઝીલેન્ડ ક્રિકેટે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમ પાસે મેટ હેનરીને મળે છે અને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપે છે, સાથે જ તેને ભારતીય જર્સી ગિફ્ટ આપે છે.
મેટ હેનરીએ 6 વિકેટ લીધી
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ ભારતીય ઈનિંગની પહેલી જ ઓવરમાં મેચ પલટી નાખી હતી. તેણે પહેલા જ બોલે અનુભવી બેટ્સમેન રોહિત શર્માને આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે પાંચમા બોલે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ક્લીન બોલ કરીને ભારતીય ફેન્સના શ્વાસ રોકી દીધા હતા. તેણે ઓવરના છેલ્લા બોલે કેપ્ટન શ્રેયસ અય્યરને આઉટ કરીને ભારતની જીતની આશાઓને મોટો ઝટકો આપ્યો હતો. ભારતીય ટીમ પહેલી જ ઓવરમાં આ ઝટકામાંથી ઉભરી નહતી શકી, 26.4 ઓવરમાં ફક્ત 89 રન જ બનાવી શકી હતી.
હેનરી ત્યાં જ ન અટક્યો નહીં, તેણે સાતમી ઓવરમાં ભારત માટે મેચમાં સૌથી વધુ રન બનાવનાર ઈશાન કિશનને પણ આઉટ કર્યો. ઈશાને 53 બોલમાં 27 રન બનાવ્યા. તેણે કુલદીપ યાદવને પણ આઉટ કર્યો. હેનરીએ ગુરનુર બરારને આઉટ કરીને ભારતીય ઈનિંગનો અંત લાવ્યો. ભારતે પાંચ મેચની સિરીઝની પહેલી બે મેચ જીતી હતી અને હવે તે 2-1થી આગળ છે. સિરીઝની ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. સિરીઝની પાંચમી અને અંતિમ મેચ રવિવારે રમાશે.




