Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli announces retirement from Test Cricket

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં રોહિત-વિરાટ યુગનો અંત

Timeછેલ્લું અપડેટ : 12 May 2025
લાઇવ ટીવીGoogle News
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં રોહિત-વિરાટ યુગનો અંત

વિરાટ કોહલીએ ટી-20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. આ સાથે જ ટેસ્ટમાં વિરાટ-રોહિત યુગનો અંત થયો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી વન ડે ફોર્મેટમાં રમતો રહેશે.

App Store

વિરાટ કોહલીનો ટેસ્ટમાંથી સંન્યાસ

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટમાં સંન્યાસની જાહેરાત કરતા લખ્યુ, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આટલી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર લઈ જઈશ... હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ."

વિરાટ કોહલી હવે વન ડે મેચ રમતો રહેશે

વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ બાદ ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. હવે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી છે. વિરાટ કોહલી હવે વન ડે ફોર્મેટમાં રમતો રહેશે.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં રમી હતી અંતિમ ટેસ્ટ

36 વર્ષના વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. જ્યાં ભારતે 5 મેચની સિરીઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ સિરીઝની પ્રથમ મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે બાદ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીએ જૂન 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ કિંગ્સટનમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી 2025માં રમી હતી. અંતિમ ટેસ્ટ મેચ ઇનિંગમાં વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 17 અને બીજી ઇનિંગમા 6 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીની ટેસ્ટ કરિયર

વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેને 123 ટેસ્ટ મેચ રમી છે. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ રમી છે જેમાં 9230 રન બનાવ્યા છે. વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલીનો કેપ્ટન્સીનો રેકોર્ડ

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. વિરાટ કોહલીએ 68 ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટન્સી કરી છે જેમાં 40માં ટીમને જીત મળી છે. કોહલીએ જ્યારે ટીમની કેપ્ટન્સી સંભાળી હતી ત્યારે ભારતીય ટીમ ICC રેન્કિંગમાં સાતમા સ્થાન પર હતી. વિરાટ કોહલી અને સાથી ખેલાડીઓની મહેનતને કારણે કોહલીએ વર્લ્ડ નંબર-1 સુધી ટીમને પહોંચાડી હતી.

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો હતો સંન્યાસ

આ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને રેડ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે, તે વનડે ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્મા (Rohit Sharma) એ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.