મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: વડાપ્રધાને ટીમ ઈન્ડિયાના સિતારાઓ સાથે શું કરી વાત, પીએમ મોદીએ શેર કર્યો આખો વીડિયો

T20 World Cupમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ પોતાને નામે કરનારી ટીમ ઈન્ડિયાનું મ

VIDEO: વડાપ્રધાને ટીમ ઈન્ડિયાના સિતારાઓ સાથે શું કરી વાત, પીએમ મોદીએ શેર કર્યો આખો વીડિયો

T20 World Cupમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ પોતાને નામે કરનારી ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં વિજયી પરેડ કાઢી જોરદાર સ્વાગત કરાયું છે. આ અગાઉ ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. જ્યાં સવારે ટીમ ઈન્ડિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરીને ટ્રોફી દેશને નામ અર્પણ કરી હતી.  ભારતીય ટીમે બીજી વખત ટી20 વર્લ્ડકપ જીત્યો. અગાઉ મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં ભારતે ટાઈટલ જીત્યું હતું. 
 
ઐતિહાસિક જીત બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓએ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 2 કલાકની આ મુલાકાતનો નાનકડો વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો તેમાં કોઈ ઓડિયો નહોતો. પરંતુ હવે પીએમ મોદીના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આખી મીટિંગનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024ના તેમના અનુભવો શેર કરી રહ્યા છે.

  દિલ્હીમાં ભારતીય ટીમના ખેલાડીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કેપ્ટન રોહિત શર્માને જીતની ક્ષણ વિશે સવાલ કર્યો કે, તમે ઘણાં ભાવુક લાગી રહ્યા હતા અને તમે મેદાનમાં જઇને માટી ખાધી એ ક્ષણ વિશે તમે શું કહેવા માગો છો? 

રોહિત શર્માએ વડાપ્રધાનના સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ અમને સફળતા ન મળી હતી અને આ વખતે આપણી ટીમે જે અભૂતપૂર્વ સફળતા મેળવી તે એક એવી ક્ષણ હતી કે તે આપમેળે થઇ ગયું. હું મેદાનમાં ગયો અને ત્યાંની માટી ખાધી કારણ કે તે મેદાનમાં જ બધું થયું, ત્યાં જ અમને સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો