Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : VIDEO: Ravindra Jadeja's entry in the style of 'Rahman Dakait' from 'Dhurandhar' goes viral

VIDEO/ IPL 2026: Ravindra Jadejaની એન્ટ્રી સોશિયલ મિડિયા પર વાયરલ, 'ધુરંધર'ના 'રહેમાન ડકૈત'ના સીનને કર્યો રી-ક્રિએટ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સ ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ટીમમાં પરત લાવ્યું છે. જાડેજા 10 માર્ચે પ્રી-સીઝન કેમ્પમાં જોડાયા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

App Store

IPL ચાહકો આ નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ચાહકોના દિલના ધબકારા વધારવા માટે રાજસ્થાન રોયલ્સે એક વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયો દ્વારા ક્રિકેટ પ્રેમીઓને એક મોટા સમાચાર મળ્યા છે કે ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા IPL 2026 થી રાજસ્થાન રોયલ્સમાં કમબેક કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સમાં પરત ફરવા પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યા રવીન્દ્ર જડેજા

રવીન્દ્ર જાડેજા 10 માર્ચે રાજસ્થાન રોયલ્સના પ્રી-સીઝન કેમ્પમાં જોડાયા હતા અને ફ્રેન્ચાઇઝીએ તેનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ખેલાડીઓ અને સ્ટાફ જાડેજાના સ્વાગતમાં જોરદાર તાળીઓ પાડી રહ્યા છે. વીડિયોમાં જાડેજા ફિલ્મ 'ધુરંધર'ના એક સીનને રી-ક્રિએટ કરતા જોવા મળ્યા હતા.

જાડેજા કારમાંથી ઉતરીને સ્ટેજ પર આવે છે. જેવા તેઓ સ્ટેજ પર પહોંચે છે, તેઓ કહે છે, "ખમ્મા ઘણી, રાજસ્થાન". બરાબર તેવી જ રીતે જે રીતે ફિલ્મ 'ધુરંધર'માં અક્ષય ખન્નાએ કહ્યું હતું, "અસ્સલામુ અલૈકુમ લ્યારી". રાજસ્થાન રોયલ્સમાં જાડેજાના કમબેકે ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. તેમના ચાહકો ફરી એકવાર તેમને ટીમ માટે પરફોર્મ કરતા જોવા આતુર છે.

જાડેજાનું રાજસ્થાન રોયલ્સમાં પરત ફરવું એ તેમના કરિયરની ખાસ ક્ષણ છે. તેઓ 2008માં ટીમ સાથે હતા જ્યારે શેન વોર્નની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું. જાડેજા 2008 અને 2009 સીઝનમાં રોયલ્સ માટે રમ્યા હતા, ત્યારબાદ તેઓ બીજી ટીમોમાં ગયા હતા. જાડેજા 2012 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાયા અને ત્યાં 12 સીઝન સુધી રહ્યા. તેમણે CSK સાથે ત્રણ IPL ટાઇટલ પણ જીત્યા છે.

ટ્રેડ ડીલ દ્વારા જડેજાની વાપસી

જાડેજા બે ટીમો વચ્ચેની ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યા છે. આ ડીલમાં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં ગયા, જ્યારે જાડેજા અને સેમ કરન રોયલ્સમાં આવ્યા.