Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Video of Devisha Shetty's baby shower ceremony got viral

VIDEO: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પિતા બનશે સૂર્યકુમાર યાદવ, વાયરલ થઈ પત્ની દેવીશાના બેબી શાવરની કલીપ

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો. હવે સૂર્યાની ખુશી ડબલ થવા જઈ રહી છે. તે પિતા બનવાનો છે. તે ઘરે કિલકારી ગુંજવાની છે. દેવીશા શેટ્ટીની બેબી શાવર સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂર્યા અને તેની પત્ની દેવીશા એકસાથે જોવા મળી રહ્યા છે.

App Store

સૂર્યા પિતા બનશે

દેવીશા શેટ્ટીની બેબી શાવર સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, સૂર્યકુમાર યાદવ સફેદ સૂટ પહેરેલા જોવા મળે છે, જ્યારે દેવીશા સાડીમાં જોવા મળે છે. ઈવેન્ટ દરમિયાન સૂર્યકુમાર યાદવ તેની પત્ની દેવીશા શેટ્ટીનો હાથ પકડીને વેન્યુમાં પ્રવેશતો જોવા મળે છે. દેવીશા પણ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સૂર્ય અને દેવીશાની લવ સ્ટોરી

સૂર્યકુમાર યાદવ અને દેવીશા શેટ્ટી પહેલીવાર આર.એ. પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં મળ્યા હતા. સૂર્યા અને દેવીશાની લવ સ્ટોરી કોલેજમાં શરૂ થઈ હતી. ત્યારબાદ સૂર્યાએ દેવીશાને પ્રપોઝ કર્યું હતું.