Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : VIDEO: Coach Gambhir's video goes viral before the start of the ODI series, slogans are raised about quitting coaching

VIDEO: વનડે સિરીઝ શરૂ થાય તે પહેલા કોચ ગંભીરનો વીડિયો વાયરલ, કોચિંગ છોડવાને લઈ થઈ નારેબાજી

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: વનડે સિરીઝ શરૂ થાય તે પહેલા કોચ ગંભીરનો વીડિયો વાયરલ, કોચિંગ છોડવાને લઈ થઈ નારેબાજી
સોર્સ : GSTV

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 0-2થી ઘરેલું ટેસ્ટ સીરિઝમાં હારી હતી, તે સમયથી ગૌતમ ગંભીર મોટા પ્રમાણમાં ટીકાઓનો સામનો કરી રહ્યા છે. જુલાઈ 2024માં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 0-3થી વ્હાઈટવોશ થયો હતો. તેમના કોચિંગ કાર્યકાળમાં ભારત ઘરઆંગણે રમાયેલી 9 ટેસ્ટમાંથી પાંચ ટેસ્ટ હારી છે. જેમાં ટીમને બે વાર ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ જ કારણોસર ગંભીર હવે એવા કોચની લિસ્ટમા સૌથી ઉપર છે જેમણે સૌથી વધુ ઘરેલું ટેસ્ટ હારી છે. 

App Store

ગૌતમ ગંભીરનો ઓવરઓલ કોચિંગ રેકોર્ડ

ગૌતમ ગંભીરનો ઓવરઓલ કોચિંગ રેકોર્ડ 19 ટેસ્ટનો છે, જેમાં ભારતે 7 ટેસ્ટમાં જીત મેળવી છે, 10માં હાર મળી છે અને 2 ડ્રો થઈ છે. આમ જોવા જઈએ તો જીતની ટકાવારી માત્ર 36.82% રહી છે.

દક્ષિણ આફ્રિકા સામે 0-2થી મળેલી હાર બાદ ચાહકો, દિગ્ગજો અને ક્રિકેટ એક્સપર્ટ તેમના પર હવે સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો તો એવું પણ કહી કરી રહ્યા છે કે ગંભીરે હવે કમ સે કમ ટેસ્ટ ટીમની કોચિંગ તો છોડી જ દેવી જોઈએ.

ગૌતમ ગંભીર વિરુદ્ધ ફેન્સની નારેબાજી

આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રાંચી વનડે પહેલાનો છે. ત્યાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ ચાલી રહી છે, જ્યાં ગંભીર પણ હાજર હતા. ત્યારે જ ચાહકો તેમને જોઈને બૂમ પાડે છે કે, 'ઘરઆંગેણે 3-0, આફ્રિકા સામે 1-0... કોચિંગ છોડી દો! જો તમે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને હરાવી ન શકો તો 2027 વર્લ્ડ કપ ભૂલી જાઓ.'

જોકે, આ વીડિયો રાંચીનો છે કે, પછી તાજેતરમાં યોજાયેલી ટેસ્ટ સીરિઝ વેન્યૂ કોલકાતા અથવા ગુવાહાટીનો છે તે સ્પષ્ટ નથી. બીજી તરફ GROKએ પણ પોતાના જવાબમાં આ વીડિયો ગુવાહાટીનો હોવાનું જણાવ્યું છે. પોતાના જવાબમાં કહ્યું કે, આ વીડિયો રાંચીનો નથી. ગૌતમ ગંભીર સામે જે નારેબાજી થઈ હતી તે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં થઈ હતી, જ્યારે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ હારી ગયુ હતું. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે કોઈ ક્રિકેટ પ્રેક્ટિસની મીમ-ક્લિપ લાગે છે. કદાચ IPLની હોય શકે છે.

ભારતની કારમી હાર

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ત્રણ દિવસમાં જ 30 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ ગુવાહાટીમાં બીજી ટેસ્ટ 408 રનથી હારી ગઈ હતી, જે ભારતની રનના માર્જિનથી સૌથી મોટી ટેસ્ટ હાર છે.

હવે આ ટેસ્ટ સીરિઝ બાદ ભારત રવિવારે (30 નવેમ્બર) વનડે સીરિઝ રમવા ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મેચ રાંચીમાં રમાશે. બીજી વનડે ૩ ડિસેમ્બરે રાયપુરમાં અને અંતિમ મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ઘાયલ છે, તેથી કેએલ રાહુલ સીરિઝમાં ટીમ નેતૃત્વ કરશે.

ગિલ, અક્ષર, અય્યર અને સિરાજની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, તિલક વર્મા અને રિષભ પંતની વાપસી થઈ છે. ગિલ બહાર હોવાથી યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરે તેવી શક્યતા છે, બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ પણ દાવેદાર છે.