મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

U19 World Cup Semifinal / અફઘાનિસ્તાને જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરશે ભારત; જાણો પ્લેઈંગ ઈલેવન

U19 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ

U19 World Cup Semifinal / અફઘાનિસ્તાને જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરશે ભારત; જાણો પ્લેઈંગ ઈલેવન

U19 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરવા ઉતરશે અને અફઘાનિસ્તાનને ઓછા સ્કોર પર રોકવાનો પ્રયાસ કરશે. જે ટીમ આજની સેમીફાઈનલ જીતશે તે 6 ફેબ્રુઆરીના રોજ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડે પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવ્યું હતું.

વૈભવ સૂર્યવંશી પર હશે બધાની નજર

આ મહત્ત્વપૂર્ણ મેચમાં બધાની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશી પર હશે, આ મેચમાં તેની પાસેથી મોટી ઈનિંગ અપેક્ષાઓ વધુ રહેશે. વૈભવ આ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં છે, તેણે વર્લ્ડ કપમાં અત્યાર સુધી બે અડધી સદી ફટકારી છે. જોકે, પાકિસ્તાન સામેની મેચમાં તેનું બેટ શાંત રહ્યું હતું. આ 14 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન અત્યાર સુધી 5 મેચમાં કુલ 196 રન બનાવી ચૂક્યો છે. જો વૈભવ 15-20 ઓવર સુધી ક્રીઝ પર ટકી રહે છે, તો તે અફઘાન બોલર્સ માટે મુશ્કેલીઓમાં વધારશે છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.

અફઘાનિસ્તાન: ઉસ્માન સાદાત, ખાલિદ અહમદઝઈ, ફૈઝલ શિનોઝાદા, ઉઝૈરુલ્લા નિયાઝઈ, મહબૂબ ખાન (વિકેટકીપર/કેપ્ટન), અઝીઝુલ્લાહ મિયાખિલ, અબ્દુલ અઝીઝ, ખાતિર સ્ટાનિકઝઈ, રૂહુલ્લાહ અરબ, નુરિસ્તાની ઉમરઝઈ, વહિદુલ્લા ઝાદરાન.

આ સમાચાર શેર કરો