Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : U19 World Cup 2026 starts from today Indian team to play for sixth title

U19 World Cup 2026 / છઠ્ઠા ટાઈટલની શોધમાં ભારતની યુવા ટીમ, વૈભવ અને આયુષ પર હશે બધાની નજર

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
U19 World Cup 2026 / છઠ્ઠા ટાઈટલની શોધમાં ભારતની યુવા ટીમ, વૈભવ અને આયુષ પર હશે બધાની નજર
સોર્સ : GSTV

મેન્સ T20 વર્લ્ડ કપ પહેલા અંડર-19 ODI વર્લ્ડ કપનો રોમાંચ આજથી એટલે કે 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. યુવા સ્ટાર્સથી ભરેલી ભારતીય ટીમ છઠ્ઠું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ક્રિકેટની ભવ્ય ટુર્નામેન્ટમાં ઉતરશે.

App Store

ભારતીય ટીમ USA સામે મોટી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત શાનદાર રીતે કરવા માંગશે. કાગળ પર, ભારતીય ટીમ સંતુલિત અને મજબૂત દેખાય છે. છેલ્લા 16 મેચમાંથી 13 મેચ જીતીને ટીમે સાબિત કર્યું છે કે તે જીત કેવી રીતે મેળવવી તે જાણે છે. આ વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ચાલો તેની કેટલીક ખાસ બાબતો વિશે જાણીએ.

ટુર્નામેન્ટની કેટલીક ખાસ બાબતો

પહેલો અંડર-19 વર્લ્ડ કપ 1988માં રમાયો હતો અને ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ જીત્યું હતું.

ભારતીય ટીમે પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. સૌથી વધુ ટાઈટલ જીતવાના મામલે ભારત ટોપ પર છે.

ભારતે વર્ષ 2000માં શ્રીલંકાને હરાવીને પોતાનો પહેલો અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

2016થી ભારતીય ટીમ દર વખતે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે.

ભારતીય ટીમ 9 વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે, જેમાં ચાર વખત હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે 1988માં પોતાનો પહેલો અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. ત્યારે ભારતીય ટીમ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી.

ભારતીય અંડર-19 ટીમે 2022થી 2024 વચ્ચે સતત ૧૨ મેચ જીતી છે. સતત સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ભારત પાસે છે.

આ વર્ષના U19 વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ 3 ફેબ્રુઆરીએ બુલાવાયોમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ 4 ફેબ્રુઆરીએ હરારેમાં અને ફાઈનલ 6 ફેબ્રુઆરીએ હરારેમાં રમાશે.

આ વર્ષના વર્લ્ડ કપમાં 16 ટીમો વચ્ચે કુલ 41 મેચ રમાશે.

અંડર-19 વર્લ્ડ કપ 2026માં એક નવી ટીમ તાન્ઝાનિયા ડેબ્યુ કરશે.

U19 વર્લ્ડ કપ જીતનાર ટીમો

  • ભારત - 2000, 2008, 2012, 2018, 2022
  • ઓસ્ટ્રેલિયા - 1988, 2002, 2010, 2024
  • પાકિસ્તાન - 2004, 2006
  • બાંગ્લાદેશ - 2020
  • સાઉથ આફ્રિકા - 2014
  • વેસ્ટ ઈન્ડિઝ - 2016
  • ઈંગ્લેન્ડ - 1998

ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

  • 506 - ડેવાલ્ડ બ્રેવિસ, સાઉથ આફ્રિકા, 2022
  • 505 - શિખર ધવન, ભારત, 2004
  • 471 - બ્રેટ વિલિયમ્સ, ઓસ્ટ્રેલિયા, 1988
  • 423 - કેમેરોન વ્હાઈટ, ઓસ્ટ્રેલિયા, 2002
  • 421 - ડોનોવન પેગન, વેસ્ટ ઈન્ડિઝ, 2002

U19 વર્લ્ડ કપ માટે ભારતનું શેડ્યૂલ

  • 15 જાન્યુઆરી: ભારત vs USA, બુલવાયો - બપોરે 1:00 વાગ્યે
  • 17 જાન્યુઆરી: ભારત vs બાંગ્લાદેશ, બુલવાયો - બપોરે 1:00 વાગ્યે
  • 24 જાન્યુઆરી: ભારત vs ન્યુઝીલેન્ડ, બુલવાયો - બપોરે 1:00 વાગ્યે

U19 વર્લ્ડ કપ માટે ભારતીય સ્કવોડ

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ, ઉધવ મોહન, આરએસ અંબરીશ, મોહમ્મદ એનાન હરવંશ પંગાલિયા.