Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : U19 World Cup 2026 IND vs AFG semifinal live streaming details

U19 World Cup 2026 / સેમીફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
U19 World Cup 2026 / સેમીફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ
સોર્સ : GSTV

ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બુધવાર, 4 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ હાઈ વોલ્ટેજ મેચ ઝિમ્બાબ્વેના હરારેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે, જ્યાં બંને ટીમો ફાઈનલમાં સ્થાન મેળવવાના લક્ષ્ય સાથે ઉતરશે.

App Store

ભારત U19 ઉત્તમ ફોર્મમાં

ભારતીય અંડર-19 ટીમે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારત ગ્રુપ સ્ટેજમાં તેની બધી મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર રહ્યું હતું. ટીમે USA, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને હરાવીને તેની મજબૂત તૈયારી દર્શાવી હતી. આ પછી ભારતે સુપર સિક્સ સ્ટેજમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્ય્યો. આમાં ભારતે પહેલી મેચમાં ઝિમ્બાબ્વેને 204 રનના મોટા માર્જિનથી હરાવ્યું, જ્યારે નિર્ણાયક મેચમાં ટીમે પાકિસ્તાન સામે જીતવા માટે સંયમિત અને આત્મવિશ્વાસપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.

અફઘાનિસ્તાન પણ કંઈ ઓછું નથી

આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની અંડર-19 ટીમે પણ બધાને પ્રભાવિત કર્યા છે. ગ્રુપ સ્ટેજમાં સતત ત્રણ જીત સાથે ટીમ સુપર સિક્સમાં પહોંચી હતી.. જોકે, ટીમે શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાને તે પછી શાનદાર વાપસી કરી હતી. ટીમે આયર્લેન્ડને 191 રનથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. કેપ્ટન મહેબૂબ ખાનના નેતૃત્વમાં અફઘાન ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી છે.

ક્યાં અને કેવી રીતે લાઈવ જોવી મેચ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંડર-19 સેમીફાઈનલ મેચનું ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આવશે. જ્યારે મોબાઈલ અને ઓનલાઈન દર્શકો JioHotstar એપ અને વેબસાઈટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.

બંને ટીમો માટે ટુકડીઓ

ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, દીપેશ દેવેન્દ્રન, મોહમ્મદ અનાન, એરોન જ્યોર્જ, અભિજ્ઞાન કુંડુ, કિશન કુમાર સિંહ, વિહાન મલ્હોત્રા, ઉધવ મોહન, હેનીલ પટેલ, ખિલન પટેલ, હરવંશ સિંહ, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી.

અફઘાનિસ્તાન: મહેબૂબ ખાન (કેપ્ટન), ખાલિદ અહમદઝઈ, ઉસ્માન સાદાત, ફૈઝલ ખાન, ઉઝૈરુલ્લા નિયાઝઈ, અઝીઝ મિયા ખિલ, નાઝીફ અમીરી, ખાતિર સ્ટાનિકઝઈ, નુરિસ્તાની, અબ્દુલ અઝીઝ, સલામ ખાન, વાહિદ ઝાદરાન, ઝૈતુલ્લાહ શાહીન, રોહુલ્લાહ અરબ, અકીલ ખાન ઓબેદ.