Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Top five players battle in T20 World Cup 2026 final

VIDEO: IND vs NZ / બુમરાહ-સેઈફર્ટથી લઈને સંજુ-સેન્ટનર સુધી, ફાઈનલમાં આ ખેલાડીઓ વચ્ચે થશે જંગ

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજે ભારત અને ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં આમને-સામને થશે. ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તે તેનો ખિતાબ ડિફેન્ડ કરવા માંગશે. જ્યારે ન્યુઝીલેન્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું લક્ષ્ય રાખશે. ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.

App Store

સંજુ સેમસન vs મિચેલ સેન્ટનર

સંજુ સેમસન એક આક્રમક બેટ્સમેન છે અને સ્પિન બોલિંગ સામે મોટા શોટ રમવાની ક્ષમતા માટે જાણીતો છે. મિડલ ઓવર્સમાં ઝડપથી સ્કોર કરવાની તેની ક્ષમતા ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે. બીજી તરફ, મિચેલ સેન્ટનર એક અનુભવી સ્પિન ઓલરાઉન્ડર છે જે તેની ચુસ્ત બોલિંગથી બેટ્સમેન પર દબાણ લાવે છે. જો સેમસન સ્પિન પર હુમલો કરે છે તો સેન્ટનર મુશ્કેલીમાં મુકાઈ શકે છે, પરંતુ તેની સચોટ લાઈન અને લેન્થ સેમસન માટે પડકાર ઉભો કરી શકે છે.

ઈશાન કિશન vs મેટ હેનરી

ઈશાન કિશન એક આક્રમક બેટ્સમેન છે જે ટીમને ઝડપી શરૂઆત અપાવે છે અને પાવરપ્લેમાં તેના મોટા શોટ માટે જાણીતો છે. જ્યારે મેટ હેનરી નવા બોલને સ્વિંગ કરવામાં માસ્ટર છે. તેથી પાવરપ્લે દરમિયાન હેનરીની સ્વિંગ બોલિંગ અને ઈશાનની આક્રમક બેટિંગ વચ્ચે રોમાંચક મુકાબલો થઈ શકે છે.

હાર્દિક પંડ્યા vs રચિન રવિન્દ્ર

હાર્દિક પંડ્યા એક અનુભવી ઓલરાઉન્ડર છે જે તેની બેટિંગ અને બોલિંગ બંનેથી મેચ પલટી શકે છે. રચિન રવિન્દ્ર એક યુવાન ઓલરાઉન્ડર છે જે તેની બેટિંગ સાથે ટીમની સ્પિન બોલિંગમાં પણ ફાળો આપે છે. બંને ખેલાડીઓ તેમના પ્રદર્શનથી મેચ બદલી શકે છે.

ટિમ સેઈફર્ટ vs જસપ્રીત બુમરાહ

ટિમ સેઈફર્ટ એક આક્રમક વિકેટકીપર-બેટ્સમેન છે અને ઝડપથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજી બાજુ, જસપ્રીત બુમરાહને વિશ્વના સૌથી ખતરનાક ડેથ-ઓવર બોલર્સમાંથી એક માનવામાં આવે છે. જો સેઈફર્ટ ક્રીઝ પર રહે તો તે ઝડપથી રન બનાવી શકે છે, પરંતુ બુમરાહના સચોટ યોર્કર તેના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

ફિન એલન vs અર્શદીપ સિંહ

ફિન એલન એક ખૂબ જ વિસ્ફોટક ઓપનર છે અને પાવરપ્લેમાં ઝડપથી રન બનાવીને મેચને બદલવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે અર્શદીપ સિંહ સ્વિંગ અને ડેથ ઓવર બોલિંગ માટે પ્રખ્યાત છે. એલનની આક્રમક બેટિંગ અને અર્શદીપની સ્વિંગ બોલિંગ વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે.