સેન્ચુરિયનમાં તિલક વર્માની શાનદાર સેન્ચુરી, આફ્રિકાને મેચ જીતવા આપ્યો 220 રનનો ટાર્ગેટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝની ત્રીજી મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝની ત્રીજી મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 219 રન ખડકી દીધા છે. જેમાં તિલક વર્માએ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી છે.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ સંજુ સેમસન સતત બીજી મેચમાં 0 રન પર આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં અભિષેક શર્મા અને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો: 'ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તમે પાકિસ્તાન કેમ નથી આવતા', ફેન્સના સવાલનો સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
અભિષેક શર્માએ હાફ સેન્ચુરી મારીતિલક વર્માએ આંતરરાષ્ટ્રીય ટી-20 કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી છે. તેણે 51 બોલમાં સદી પુરી કરી હતી. 56 બોલમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 107 રન ફટકાર્યા હતા. અભિષેક શર્માએ પણ હાફ સેન્ચુરી મારી હતી.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત: સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકા: રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોત્ઝી, કેશવ મહારાજ અને લુથો સિપામાલાને.








