ટીમ ઇન્ડિયા માટે લકી છે આ ખેલાડી, જેટલી વખત ટેસ્ટ રમ્યો દરેક વખત ભારત જીત્યું

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ ખૂબ જ શાનદાર રહ્યો. શુભમન ગીલની કપ્તાનીમાં યુવા ટીમે ઈંગ્લેન્ડમાં જોરદાર પ્રદર્શન કર્યું. સીરિઝ જીતીને 2-2થી સરભર કરી. આ શ્રેણીની છેલ્લી મેચમાં એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે લકી ચાર્મ સાબિત થયો. આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી એકપણ મેચમાં હારનો સામનો કર્યો નથી. આ ખેલાડી જ્યારે પણ ટેસ્ટમાં ભારતીય પ્લેઇંગ ઈલેવનનો ભાગ બન્યો છે તો ટીમને જીત મળી છે.
ટીમ ઈન્ડિયાનો લકી ચાર્મ ગણાતા ક્રિકેટરનું નામ છે ધ્રૂવ જુરેલ. તેણે માત્ર વિકેટ કિપિંગ અને બેટિંગથી જ ચર્ચામાં રહ્યો તેવું નથી. પરંતુ તે ટીમમાં લકી ચાર્મ તરીકે પણ ઉભરી રહ્યો છે. 24 વર્ષીય આ યુવા ખેલાડીએ પોતાની નાનકડી કરિયરમાં અત્યાર સુધી પાંચ ટેસ્ટ મેચ રમ્યો છે. જે તમામ મેચમાં ભારતને જીત મળી છે. અર્થાત ધ્રૂવ જુરેલ પોતાની ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી એકપણ મેચમાં હારનો સ્વાદ ચાખ્યો નથી.પોતાની કરિયરની શરૂઆત શાનદાર છે. જો તે આ લકી ચાર્મને જાળવી રાખશે તો ઈતિહાસના એક મોટા રેકોર્ડને તોડી શકશે.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એકપણ મેચ હાર્યા વિના સૌથી વધુ ટેસ્ટ જીતનો રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર એલ્ડિન બૈપ્ટિસ્ટના નામે છે. બૈપ્ટિસ્ટે પોતાની ટેસ્ટ કરિયરમાં સતત 10 ટેસ્ટ મેચ જીતી હતી. આ એક અનોખો રેકોર્ડ છે. કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં સતત જીત મેળવવી સરળ નથી. એ સમયે વેસ્ટઈન્ડિઝનો સિતારો ચમકતો હતો. બૈપ્ટિસ્ટનું યોગદાન પણ એ સફળતાનો હિસ્સો હતી. એલ્ડીન બૈપ્ટિસ્ટે પોતાની ટેસ્ટ કરિયરમાં 10 જ મેચ રમ્યો હતો. અર્થાત પોતાની લાઈફમાં એકપણ ટેસ્ટ મેચ હાર્યો નથી.
જુરેલની અદ્ભુત સફર
ઉત્તર પ્રદેશના આ યુવા વિકેટકીપર-બેટ્સમેનએ 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ટેસ્ટમાં પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી બધાને પ્રભાવિત કર્યા. અત્યાર સુધી 5 ટેસ્ટ મેચમાં 36.42 ની સરેરાશથી 255 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. વિકેટકીપર તરીકે 9 કેચ અને 2 સ્ટમ્પિંગ પણ કર્યા છે.

