Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This player become the first to pick up five wickets in an over T20I match

એક ઓવરમાં હેટ્રિક સહિત 5 વિકેટ, T20I ક્રિકેટમાં નોંધાયો નવો રેકોર્ડ; 28 વર્ષીય બોલરે કર્યું મોટું કારનામું

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
એક ઓવરમાં હેટ્રિક સહિત 5 વિકેટ, T20I ક્રિકેટમાં નોંધાયો નવો રેકોર્ડ; 28 વર્ષીય બોલરે કર્યું મોટું કારનામું
સોર્સ : GSTV

T20I ક્રિકેટમાં કોઈ બોલર દ્વારા એક ઓવરમાં 2 કે 3 વિકેટ લેવી એ એક મોટી ઘટના માનવામાં આવે છે. નાના ફોર્મેટમાં આવું વધુ વખત નથી જોવા મળતું. જોકે, ક્રિકેટ અનિશ્ચિતતાનો ખેલ છે, જેમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. હવે T20I ક્રિકેટમાં એક બોલરે એક જ ઓવરમાં અડધી ટીમને આઉટ કરીને હેડલાઈન્સ બનાવી છે. આ અનોખી ઘટના 23 ડિસેમ્બરે ઈન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચે રમાયેલી T20I મેચમાં બની હતી. T20I ક્રિકેટમાં પહેલીવાર કોઈ બોલરે એક જ ઓવરમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે.

App Store

ઈન્ડોનેશિયા અને કંબોડિયા 8 મેચની T20I સિરીઝ રમી રહ્યા છે, જે 23 ડિસેમ્બરે બાલીમાં શરૂ થઈ હતી. પ્રથમ T20Iમાં કંબોડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડોનેશિયાએ ધર્મા કેસમાની ધમાકેદાર સદીની મદદથી 167/5નો સ્કોર બનાવ્યો હતો. ધર્મા કેસમાએ 68 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 110 રન બનાવ્યા હતા. કેસમા અંત સુધી અણનમ રહ્યો હતો.

એક ઓવરમાં 5 વિકેટ

ઈન્ડોનેશિયાના કુલ સ્કોરનો પીછો કરતા કંબોડિયા 14.3 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 16મી ઓવરમાં બોલિંગ શરૂ કરનાર 28 વર્ષીય ગેડે પ્રિયાંદનાએ પહેલા ત્રણ બોલમાં વિકેટ લઈને હેટ્રિક લીધી. ગેડે આટલે ક ન અટક્યો. ચોથા બોલ પર ડોટ બોલ ફેંક્યા પછી, ગેડેએ ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લઈને એક ઓવરમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી. આ મેચ પહેલા કોઈ બોલરે પુરૂષ કે મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં 5 વિકેટ નથી લીધી. ગેડે પ્રિયાંદના હવે પુરૂષ અને મહિલા બંને શ્રેણીઓમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો છે.

T20 ક્રિકેટમાં ત્રીજી વખત બન્યું

ગેડે પ્રિયાંદનાએ આ ઐતિહાસિક ઓવરમાં ફક્ત વાઈડનો એક જ રન આપ્યો હતો. ઈન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચેની પ્રથમ T20I મેચ પહેલા, બોલર્સે T20I મેચમાં 14 વખત એક ઓવરમાં ચાર વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે, અગાઉ બે બોલર્સ T20 ક્રિકેટમાં એક ઓવરમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. અલ-અમીન હુસૈન 2013-14 વિજય દિવસ T20 કપમાં UCB-BCB XI માટે અબહાની લિમિટેડ સામે રમતી વખતે એક ઓવરમાં 5 વિકેટ લઈ ચૂક્યો છે. કર્ણાટકના અભિમન્યુ મિથુને 2019-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમીફાઈનલમાં એક ઓવરમાં હરિયાણાના 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.