મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય બોલરે બનાવ્યો IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ, 4 ઓવરમાં આપી દીધા આટલા રન

IPLની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં દિ

ભારતીય બોલરે બનાવ્યો IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ, 4 ઓવરમાં આપી દીધા આટલા રન

IPLની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં દિલ્હી કેપિટલ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના મોહિત શર્માએ પણ IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો. મોહિત એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.

મોહિત શર્માએ IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં દિલ્હી તેના હોમ ગ્રાઉન્ડ પર જીતી ગયું તો બીજી તરફ આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડી મોહિત શર્માએ IPLના ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો. મોહિતે કુલ ચાર ઓવર ફેંકી, જેમાં દિલ્હીના બેટ્સમેનોએ 73 રન બનાવ્યા. આ સાથે તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.

IPLના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર

મોહિત શર્મામાં IPLના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર સાબિત થયો છે. દિલ્હી સામેની મેચમાં તેણે ચાર ઓવરમાં 73 રન આપ્યા, મોહિતની બોલિંગ દરમિયાન દિલ્હીના બેટર્સએ સાત સિક્સ અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

મોહિતે 1 ઓવરમાં 31 રન આપ્યા

મોહિત શર્માની છેલ્લી ઓવરમાં રિષભ પંત સ્ટ્રાઈક પર હતો. આ ઓવરમાં મોહિત શર્માએ પંતને કુલ 31 રન આપ્યા હતા. આ ઓવરમાં રિષભ પંતે તોફાની ઈનિંગ રમી અને 30 રન બનાવ્યા, જ્યારે 1 રન વાઇડ બોલ દ્વારા આવ્યો. રિષભ પંતે 43 બોલમાં 88 રનની અણનમ ઈનિંગ રમી હતી અને 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. પંત આ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

અન્ય ખેલાડીઓ પણ આ રેકોર્ડના લિસ્ટમાં સામેલ છે

મોહિત શર્મા પહેલા આ રેકોર્ડ ફાસ્ટ બોલર બસિલ થમ્પીના નામે હતો. જેણે વર્ષ 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે ચાર ઓવરમાં કુલ 70 રન આપ્યા હતા. આ યાદીમાં ત્રીજા સ્થાને યશ દયાલ છે, જેણે વર્ષ 2023માં KKR સામે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા 69 રન આપ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રીસ ટોપલી તેના સ્પેલમાં 68 રન આપીને ચોથા સ્થાને છે.

આ સમાચાર શેર કરો