U19 World Cup 2026 / સુપર 6માં પહોંચી ભારત સહિત 4 ટીમો, અહીં સમજો આ સ્ટેજનું ફોર્મેટ
ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ના સુપર 6માં પહોંચેલી ચાર ટીમોની જાહેરાત થઈ ગઈ છે. ભારત

ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ના સુપર 6માં પહોંચેલી ચાર ટીમોની જાહેરાત થઈ ગઈ છે. ભારત તેમાંથી એક છે, જ્યારે પાકિસ્તાન હજુ સુધી સુપર 6 માટે ક્વોલિફાય નથી થયું. અંડર 19 વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો સુપર 6માં પહોંચે છે. એક રીતે આને ડબલ સુપર 6 કહી શકાય. આવી સ્થિતિમાં હજુ 8 ટીમ બીજા રાઉન્ડમાં આગળ વધશે. આજે અમે તમને તેનું સંપૂર્ણ ફોર્મેટ સમજાવીશું, સાથે જ અત્યાર સુધી કઈ ટીમો સુપર 6 માટે ક્વોલિફાય થઈ છે તે પણ જણાવીશું.
ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં 16 ટીમોને 4-4ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે. શ્રીલંકાએ તેની પ્રથમ બે મેચ જીતીને સુપર 6 માટે ક્વોલિફાય કર્યું છે. ગ્રુપ Bમાં ભારત, ન્યુઝીલેન્ડ, USA અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાંથી ભારતીય ટીમ સતત બે મેચ જીતીને સુપર 6માં પહોંચી ગઈ છે. ગ્રુપ Cમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડ આગળ વધ્યું છે. ગ્રુપ Dમાં અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે, જેમાંથી અફઘાનિસ્તાન સુપર 6માં પહોંચી ગયું છે.
દરેક ગ્રુપમાંથી ટોપ 3 ટીમો સુપર 6માં પહોંચે, જ્યાં બે ગ્રુપ બનાવવામાં આવશે, જેમાંથી એક ગ્રુપ A અને Dનું અને બીજું ગ્રુપ B અને Cનું બનશે. દરેક ગ્રુપમાં ચોથા ક્રમે રહેલી ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, પરંતુ તેમને એક-એક મેચ રમવાની તક મળશે, જે તેમનું સ્થાન નક્કી કરશે.
સુપર 6માં ગ્રુપ Aમાં ટોપ પર રહેલી ટીમ ગ્રુપ Dમાં બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમોનો સામનો કરશે, જ્યારે ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલી ટીમો ગ્રુપ Dમાં પ્રથમ અને ત્રીજા ક્રમે રહેલી ટીમોનો સામનો કરશે. ગ્રુપ Aમાં ત્રીજા ક્રમે રહેલી ટીમ ગ્રુપ Dમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમોનો સામનો કરશે. મેચ પોઈન્ટ અને નેટ રન રેટ પણ કેરી ફોરવર્ડ કરવામાં આવશે, જે સેમીફાઈનલ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. દરેક ગ્રુપમાંથી ટોપ બે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે.






