શ્રીલંકા સામે ટી-20માં બુમરાહ-પંતને આરામ, આ ખેલાડી સંભાળી શકે છે ટીમની કમાન
26 જુલાઇથી ભારત શ્રીલંકાના પ્રવાસે જવાની છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ

26 જુલાઇથી ભારત શ્રીલંકાના પ્રવાસે જવાની છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20માંથી સંન્યાસ લઇ લીધો છે. એવામાં હવે શ્રીલંકા પ્રવાસમાં નવા ખેલાડીઓ ટીમમાં જોવા મળી શકે છે. BCCI વર્કલોડને જોતા કેટલાક ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપી શકે છે. ટી-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની એક-બે દિવસમાં જાહેરાત કરવાાં આવશે.
હાર્દિક પંડ્યા સંભાળશે ટી-20ની કમાન
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ ટી-20માંથી સંન્યાસ લઇ લીધો છે. સિલેક્ટર રિષભ પંત અને જસપ્રીત બુમરાહને આરામ આપવા માંગે છે.આગામી સમયમાં આ બન્ને ખેલાડીઓની તમામ ફોર્મેટમાં ટીમને જરૂર પડશે. એવામાં બોપ્ડ પણ ઇચ્છે છે કે બન્નેના વર્કલોડને સારી રીતે મેનેજ કરવામાં આવે.
સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, શિવમ દુબે અને રિન્કુ સિંહ બેટિંગ લાઇનમાં મહત્ત્વનો ભાગ છે તો બુમરાહની ગેરહાજરીમાં બોલિંગનો ભાર મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહના ખભા પર હશે.
યુવાઓમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. અભિષેક શર્મા અને રુતુરાજ ગાયકવાડમાંથી કોઇ એકને ટીમમાં જગ્યા મળી શકે છે. બીજા વિકેટ કીપરના રૂપમાં ધ્રુવ જુરેલ ટીમનો ભાગ બની શકે છે.
અક્ષર પટેલ ઓલ રાઉન્ડરના રૂપમાં પ્રથમ પસંદ છે. અવેશ ખાન અને મુકેશ કુમારમાંથી કોઇ એક ત્રીજો પેસર હશે તો રવિ બિશ્નોઇ અને કુલદીપ યાદવ સ્પિન ડિપાર્ટમેન્ટનો ભાગ હશે.
શ્રીલંકા પ્રવાસ માટે સંભવિત ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા/રુતૂરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, શિવમ દુબે, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ








