Asia Cup 2025 માટે ભારત અને પાકિસ્તાન સહીત આ દેશોએ જાહેર કરી ટીમ, જાણો કોણ છે બાકી

9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન રમાનારા એશિયા કપમાં પહેલીવાર આઠ ટીમો ભાગ લેવા જઈ રહી છે. મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે. જોકે, ભારત ટુર્નામેન્ટનું યજમાન છે. પાકિસ્તાન સાથે ન્યુટ્રલ વેન્યુના કોન્ટ્રકટને કારણે, BCCI એ UAEમાં મેચ યોજવા માટે સંમતિ આપી હતી. અત્યાર સુધીમાં, ભારત અને પાકિસ્તાન સહિત કુલ 5 દેશોએ તેમની ટીમોની જાહેરાત કરી છે. જ્યારે 3 દેશોની ટીમ જાહેર થવાની બાકી છે.
ભારતીય ટીમની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે, જ્યારે વાઈસ કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાની ટીમ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વિના એશિયા કપમાં રમશે અને ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરશે. આ સિવાય, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગકોંગે તેમની ટીમોની જાહેરાત કરી છે.
એશિયા કપ માટે ટીમોની સ્કવોડ
ભારત- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
પાકિસ્તાન- સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.
અફઘાનિસ્તાન- રશીદ ખાન (કેપ્ટન), રહમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસુલી, સદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નૈબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરિદ મલિક, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.
બાંગ્લાદેશ- લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, ઝાકેર અલી, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહાન, શક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તંજીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, શૈફ ઉદ્દીન.
હોંગકોંગ- યાસીમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝાકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, કલ્હન માર્ક ચલ્લુ, આયુષ આશિષ શુક્લા, મોહમ્મદ એજાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઈકબાલ, કિંચિત શાહ, આદિલ મહમૂદ, હારૂન મોહમ્મદ અરશદ, અલી હાસન, શાહિદ વાસીફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, અનસ ખાન, એહસાન ખાન.
ઓમાન- હજુ સુધી જાહેરાત નથી કરવામાં આવી
શ્રીલંકા- હજુ સુધી જાહેરાત નથી કરવામાં આવી
યુએઈ - હજુ સુધી જાહેરાત નથી કરવામાં આવી

