ભારતીય ટીમના 5 સ્ટાર ખેલાડીઓના પત્તા કપાયા! BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ન આપ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ Bમાં મૂકવામાં આવ્યા છે. ફક્ત શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ ગ્રેડ Aમાં છે. અમે તમને પાંચ કમનસીબ ખેલાડીઓ વિશે જણાવીશું જે લાયક હતા, પરંતુ તેમને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન નથી મળ્યું.
આ 5 ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી આઉટ
મોહમ્મદ શમી: અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી મળ્યો. તે છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો. ત્યારબાદ શમીને બહાર કરવામાં આવ્યો હતો. જોકે, શમી ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.
રજત પાટીદાર: ભારતીય ખેલાડી રજત પાટીદારને પણ 2025-26 સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી મળ્યો. તે પણ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેણે ભારત માટે ત્રણ ટેસ્ટ અને એક ODI રમી છે.
ઈશાન કિશન: વિકેટકીપર-બેટર ઈશાન કિશન જે બેટથી ધમાલ મચાવી રહ્યો છે, તેને પણ આ વખતે BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી મળ્યો. કિશન T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમનો ભાગ છે. લાંબા સમયની ગેરહાજરી બાદ તે તાજેતરમાં ભારતીય ટીમમાં પાછો ફર્યો છે.
મુકેશ કુમાર: ફાસ્ટ બોલર મુકેશ કુમારને પણ 2025-26 સિઝન માટે BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી મળ્યો. મુકેશ છેલ્લે 2024માં ભારત માટે રમ્યો હતો. તેણે અત્યાર સુધીમાં ભારત માટે ત્રણ ટેસ્ટ, છ ODI અને 17 T20I મેચ રમી છે.
સરફરાઝ ખાન: ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવનારા સરફરાઝ ખાનને પણ આ વખતે BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી મળ્યો. 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે પછી સરફરાઝે ઘરેલુ ક્રિકેટમાં રન બનાવવાનું ચાલુ રાખ્યું, તેમ છતાં તેને રમવાની ન તક મળી. સરફરાઝે તેની કારકિર્દીમાં ભારત માટે છ ટેસ્ટ રમી છે.

