મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

WTCની ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ 4 ટીમો! કોઈ ચમત્કાર જ અપાવી શકે છે પ્રવેશ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અત્યાર સુધીમાં કુલ બે એડિશન થઈ ચૂકી છે અને ત્રીજી રમાઈ રહી છે. ન્યુઝીલે

WTCની ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ 4 ટીમો! કોઈ ચમત્કાર જ અપાવી શકે છે પ્રવેશ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અત્યાર સુધીમાં કુલ બે એડિશન થઈ ચૂકી છે અને ત્રીજી રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાએ એક-એક વખત WTCનું ટાઈટલ જીત્યું છે. WTC 2023-25માં 9 ટીમો ભાગ લઈ રહી છે અને ફાઈનલમાં પહોંચવા માટે સખત પ્રયાસ કરી રહી છે. 9માંથી 4 ટીમો માટે ફાઈનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ લાગે છે. આ ટીમો ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. WTCની એક એડિશનમાં, દરેક ટીમે કુલ 6 સિરીઝ રમવાની હોય છે, 3 ઘરઆંગણે અને 3 વિદેશમાં. દરેક સિરીઝમાં બેથી પાંચ ટેસ્ટ મેચો રમાઈ શકે છે.

છેલ્લે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી બે ટીમો WTCની ફાઈનલ મેચ રમે છે. જો કોઈ ટીમનું PCT 60થી ઉપર છે, તો તેની ફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી જાય છે. આ વખતે ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સાઉથઆફ્રિકા ફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. ટીમ ઈન્ડિયા આ પહેલા બે વખત ફાઈનલમાં પ્રવેશી ચુકી છે, પરંતુ બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ટીમે અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાંથી માત્ર એકમાં જ જીત થઈ છે જ્યારે 6માં હાર થઈ છે. તેનું PCT 18.52 છે. તેણે હજુ ચાર ટેસ્ટ મેચ રમવાની છે (બે બાંગ્લાદેશ સામે અને બે પાકિસ્તાન સામે). જો તે બાકીની ચાર મેચો જીતવામાં સફળ થાય તો પણ તેનું PCT 43.59 હશે, જે ફાઈનલમાં પહોંચવા માટે પૂરતું નથી. વેસ્ટ ઈન્ડિઝની ફાઈનલની આશા લગભગ પૂરી થઈ ગઈ છે.

પાકિસ્તાન

પાકિસ્તાની ટીમ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શકી નથી. તાજેતરમાં ટીમે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ 2-0થી ગુમાવી હતી. આ પછી ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 8મા નંબર પર છે. ટીમે 9 મેચ રમી છે, જેમાંથી 3 જીતી અને 6માં હારી છે. તેનું PCT 25.93 છે. ટીમની હજુ 5 ટેસ્ટ મેચ બાકી છે, જે તેણે ઈંગ્લેન્ડ (એક ટેસ્ટ), સાઉથ આફ્રિકા (બે ટેસ્ટ) અને વેસ્ટ ઈન્ડિઝ (બે ટેસ્ટ) સામે રમવાની છે. હવે જો પાકિસ્તાની ટીમ બાકીની તમામ મેચો જીતી જાય તો પણ તેનું PCT 60થી ઉપર નહીં પહોંચે. આ સ્થિતિમાં તેના માટે ફાઈનલમાં પહોંચવું અશક્ય લાગે છે.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ 2-0થી જીતી હતી. પરંતુ આ પછી ભારત સામેની સિરીઝ ગુમાવી પડી હતી. તે પોઈન્ટ ટેબલમાં 7મા નંબરે છે, ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 3માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. તેનું PCT 34.38 રહ્યું છે. બાંગ્લાદેશે હજુ ચાર ટેસ્ટ રમવાની છે (બે વેસ્ટ ઈન્ડિઝ સામે અને બે સાઉથ આફ્રિકા સામે). જો ટીમ ચારેય મેચ જીતવામાં સફળ થાય તો પણ તેનું PCT 56.25 રહેશે. 

ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે, ટીમે 18 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 9માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. તેનું PCT 43.06 છે. ઈંગ્લેન્ડે હજુ ચાર ટેસ્ટ મેચ રમવાની છે (એક પાકિસ્તાન સામે અને ત્રણ ન્યુઝીલેન્ડ સામે). આ તમામ મેચો જીતીને ઈંગ્લેન્ડની ટીમ માત્ર 57.95 PCT સુધી પહોંચી શકશે, જે ફાઈનલમાં પહોંચવા માટે પુરતું નથી.

આ સમાચાર શેર કરો