Video: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ડ્રો થઈ છે. ભારતીય બોલર્સ છેલ્લી 43 ઓવરમાં એકપણ વિકેટ પાડી શક્યા ન હતા જેથી મેચ ડ્રો રહી હતી. આજે મેચના છેલ્લા દિવસે ભારતને જીત માટે 8 વિકેટની જરૂર હતી. ટી-બ્રેક પહેલાં 5 બેટર્સ આઉટ થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયાને છેલ્લી દોઢ કલાકમાં 5 વિકેટની જરૂર હતી. આવા સમયે ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ મેદાન પર હતા..તેમણે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતુ અને છઠ્ઠી વિકેટ માટે 259 બોલ પર નોટઆઉટ 63 રનની ભાગીદારી કરી હતી..મિચેલ ને ફિલિપ્સે પોતાની ટીમને ઇનિંગની હારથી બચાવી હતી.આ પહેલા ભારતને પહેલી ઇનિંગમાં 352 રનની લીડ મળી. ભારતીય ટીમે 9 વિકેટે 720 રનના સ્કોર પર ઇનિંગ ડિકલેર કરી હતી..જેની સામે ન્યૂઝીલેન્ડ 368 રન પર ઓલઆઉટ થયું હતું. પહેલી ઇનિંગમાં નોટઆઉટ 175 રન બનાવનાર હેનરી નિકોલ્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે બીજી ઇનિંગમાં 31 રન બનાવ્યા હતા










