Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The first semifinal will be no less than an India-Pakistan match

T20 World Cup 2026 / ભારત-પાકિસ્તાન મેચથી ઓછી નહીં હોય પહેલી સેમીફાઈનલ, ચોંકાવનાર છે આંકડા

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / ભારત-પાકિસ્તાન મેચથી ઓછી નહીં હોય પહેલી સેમીફાઈનલ, ચોંકાવનાર છે આંકડા
સોર્સ : GSTV

ક્રિકેટમાં રાઈવલરીની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનનું નામ સૌથી પહેલા સામે આવે છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ છે, જેમાં ભારતે 8 વખત અને પાકિસ્તાને ફક્ત એક જ વાર જીત મેળવી છે. આ વખતે પણ ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. જોકે, આ ટુર્નામેન્ટમાં બીજી એક જોડી છે, જ્યાં એક ટીમનું પલડું હંમેશા ભારે રહ્યું છે, આ જોડી સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની છે.

App Store

સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે પહેલી સેમીફાઈનલ

T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમીફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે, જે 4 માર્ચે ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવવા માટે ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપના ઈતિહાસને પડકાર આપવો પડશે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો 5 વખત ટકરાઈ છે અને દરેક વખતે પ્રોટીઝ ટીમે જીતી મેળવી છે. ન્યુઝીલેન્ડને ક્યારેય સાઉથ આફ્રિકાને હરાવવાની તક નથી મળી.

હારનો આ દોર એટલો લાંબો છે કે ન્યુઝીલેન્ડ માટે આ સેમીફાઈનલ ફક્ત એક મેચ નહીં, પરંતુ ઐતિહાસિક બદલો લેવાની તક બની ગઈ છે. બ્લેક કેપ્સ પાસે અનુભવી ખેલાડીઓ છે જે આ વખતે ચોકર્સનું ટેગ તોડવાનો પ્રયાસ કરશે. જોકે, સાઉથ આફ્રિકા આ ​​ટુર્નામેન્ટમાં મજબૂત ફોર્મમાં છે. તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે અને ન્યુઝીલેન્ડ સામેનો તેનો રેકોર્ડ તેને ફેવરિટ બનાવે છે. પ્રોટીઝ એકમાત્ર ટીમ છે જેણે આ એડિશનમાં એક પણ મેચ નથી હાર્યો.

2007થી 2026 સુધી દરેક વખતે જીત્યું સાઉથ આફ્રિકા

T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો 2007માં થયો હતો. સાઉથ આફ્રિકાએ તે મેચ 6 વિકેટથી જીતી હતી. ત્યારબાદ બંને ટીમો 2009ના T20 વર્લ્ડ કપમાં આમને-સામને થઈ હતી, જેમાં સાઉથ આફ્રિકા ફક્ત એક રનથી જીત્યું હતું. 2010માં પણ કિવીઝ ટીમ 13 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ 2014ના T20 વર્લ્ડ કપની મેચ 2 રનથી જીતી હતી. 2026ના T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં પણ બંને ટીમો ટકરાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ સાત વિકેટથી જીત મેળવી હતી. હવે આ ટીમો સેમીફાઈનલમાં ટકરાશે. ત્યારે એ જોવાનું રસપ્રદ હશે કે શું ન્યુઝીલેન્ડ મેચ જીતીને આ રાઈવલરીમાં પોતાનું ખાતું ખોલી શકે છે કે નહીં.