મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / બીજી ટેસ્ટમાં ભારતને મળ્યો 549 રનનો ટાર્ગેટ, સદી ચૂક્યો ટ્રિસ્ટન સ્ટબ્સ; જાડેજાએ લીધી 4 વિકેટ

ગુવાહાટી ટેસ્ટ સંપૂર્ણપણે સાઉથ આફ્રિકાની પકડમાં છે. પ્રથમ ઈનિંગમાં 288 રનની લીડ મેળવ્યા બ

IND vs SA / બીજી ટેસ્ટમાં ભારતને મળ્યો 549 રનનો ટાર્ગેટ, સદી ચૂક્યો ટ્રિસ્ટન સ્ટબ્સ; જાડેજાએ લીધી 4 વિકેટ

ગુવાહાટી ટેસ્ટ સંપૂર્ણપણે સાઉથ આફ્રિકાની પકડમાં છે. પ્રથમ ઈનિંગમાં 288 રનની લીડ મેળવ્યા બાદ સાઉથ આફ્રિકાએ 260 રન પર પોતાની બીજી ઈનિંગ ડિક્લેર કરી છે. ભારત સામે હવે સિરીઝ ડ્રો કરવા માટે 549 રનનો મોટો ટાર્ગેટ છે. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે સૌથી વધુ 94 રન બનાવ્યા હતા. જ્યારે ભારત માટે રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

ગુવાહાટીમાં બીજી ટેસ્ટના ચોથા દિવસના છેલ્લા સેશનમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટે 260 રન પર પોતાની ઈનિંગ ડિક્લેર કરી હતી. મુલાકાતી ટીમે પ્રથમ ઈનિંગમાં 288 રનની મોટી લીડ મેળવી હતી. પરિણામે, ટીમ ઈન્ડિયાને 549 રનનો ટાર્ગેટ મળ્યો. જો ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચ ડ્રો કરે તો પણ સિરીઝ સાઉથ આફ્રિકાની રહેશે.

સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 489 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં ભારત ફક્ત 201 રન જ બનાવી શક્યું હતું. આમ, પ્રથમ ઈનિંગમાં 288 રનની લીડ મેળવનાર સાઉથ આફ્રિકાએ હવે ટીમ ઈન્ડિયા માટે 549 રનનો ટાર્ગેટ રાખ્યો છે.

આ સમાચાર શેર કરો