સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યા-ગિલની વાપસી
BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્કવોડની જાહેરાત કરી છે. સ્કવોડમાં હ

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્કવોડની જાહેરાત કરી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે.
સૂર્યકુમાર યાદવ કેપ્ટન
ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે વનડેના કેપ્ટન શુભમન ગિલને વાઈસકેપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા દેખાશે.
ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડ:
સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ,અભિષેક શર્મા , તિલક વર્મ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ,જિતેશ શર્મા ,સંજૂ સેમસન ,જસપ્રીત બુમરાહ,વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ,કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર
ક્યારે રમાશે ટી20 સીરિઝ
આગામી 9મી ડિસેમ્બરથી આ ટી20 સીરિઝની શરૂઆર થશે. જેમાં પહેલી મેચ કટક, બીજી ચંદીગઢ, ત્રીજી ધરમશાળા અને ચોથી લખનૌમાં રમાશે. સીરિઝની છેલ્લી મેચ 19મી ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.






