મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 WC IND vs USA: ભારતની પહેલી મેચનો થયો ટોસ, ફેન્સ માટે ખરાબ સમાચાર

2026 T20 વર્લ્ડ કપ આજથી શરૂ થઈ ચૂક્યો છે. ટુર્નામેન્ટની પહેલી બે મેચ રોમાંચક રહી. હવે, આજ

T20 WC IND vs USA: ભારતની પહેલી મેચનો થયો ટોસ, ફેન્સ માટે ખરાબ સમાચાર

2026 T20 વર્લ્ડ કપ આજથી શરૂ થઈ ચૂક્યો છે. ટુર્નામેન્ટની પહેલી બે મેચ રોમાંચક રહી. હવે, આજની ત્રીજી મેચ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ) વચ્ચે છે. આ મેચનો ટોસ થઈ ગયો છે. યુએસએના કેપ્ટન મોનાંક પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.

આજની મેચમાં બુમરાહ રમતો જોવા નહીં મળે. હર્ષિત રાણા ઇજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદર પણ આજે રમી રહ્યા નથી. મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને યુએસએ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને વરુણ ચક્રવર્તી

યુએસએની પ્લેઈંગ ઈલેવન

એન્ડ્રીસ ગૌસ (વિકેટકીપર), સૈતેજા મુક્કમલ્લા, મોનાંક પટેલ (કેપ્ટન), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શલ્કવિક, અલી ખાન, સૌરભ નેત્રવલકર

આ સમાચાર શેર કરો