T20 WC IND vs USA: મુંબઈમાં કેપ્ટન સૂર્યકુમારનો જલવો, અમેરિકન્સને મળ્યો આ ટાર્ગેટ
T20 WCમાં ભારતની આખરે સારી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચમાં મ

T20 WCમાં ભારતની આખરે સારી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચમાં મોટો સ્કોર ના બનાવી શકી, પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ફિફ્ટીની મદદથી ભારત 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવી શક્યું હતુ. USAને આજની મેચ જીતવા માટે 162 રનનો ટાર્ગેટ મળ્યો છે.
અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ
USA સામેની મેચમાં ભારતના ટોપ બેટર્સ ના ટકી શક્યા અને અમેરિકન બોલર્સનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાને અભિષેક શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. અભિષેક પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ તો એક પછી એક ભારતીય ટોપ બેટર આઉટ થતા જોવા મળ્યા હત઼ા.
36 બોલમાં આવી સૂર્યાની ફિફ્ટી
પછી સૂર્યકુમાર યાદવની અડધી સદી આવી હતી. સૂર્યાએ 36 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. તેણે આજની મેચમાં 49 બોલમાં 84 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
કેપ્ટન સિવાય બાકીના ખેલાડીઓ રહ્યા નિષ્ફળ
પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 161/9 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેચના હીરો રહ્યા, જ્યારે બાકીની ટીમ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ હતી. સૂર્યાએ શાનદાર ઇનિંગ રમી, 49 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન સિવાય, અન્ય કોઈ બેટ્સમેન 30 રન સુધી પણ પહોંચી શક્યો નહીં. યુએસએના બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ, જેમાં શેડલી વાન શાલ્કવિકે ટીમ માટે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.







