Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : England set 412-run target to win U19 World Cup final

અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો ડંકો: ઈંગ્લેન્ડ સામે જીત મેળવી છઠ્ઠીવાર ચેમ્પિયન બન્યું ભારત, વૈભવની 175 રનની વિસ્ફોટક ઈનિંગ

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો ડંકો: ઈંગ્લેન્ડ સામે જીત મેળવી છઠ્ઠીવાર ચેમ્પિયન બન્યું ભારત, વૈભવની 175 રનની વિસ્ફોટક ઈનિંગ
સોર્સ : GOOGLE

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની ફાઈનલમાં ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલા આ મહામુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 411 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. આ ફાઈનલ મેચમાં ભારતે એટલો મોટો સ્કોર બનાવ્યો છે જે અત્યાર સુધીના અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાઈનલ મેચનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આમ, ભારતે ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 412 રનનો પહાડ જેવો લક્ષ્યાંક રાખ્યો છે. 

App Store

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક 175 રનની ઈનિંગ

આ ઐતિહાસિક સ્કોર પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.
 
ભારતીય બેટરોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું, જેને કારણે ટીમ 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. હવે ઈંગ્લેન્ડ સામે 412 રનનો પીછો કરવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ભારતીય બોલરો જો શિસ્તબદ્ધ બોલિંગ કરશે, તો ભારત ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહેશે. સમગ્ર ક્રિકેટ જગતમાં અત્યારે વૈભવ સૂર્યવંશીની આ ઈનિંગ અને ભારતના આ રેકોર્ડ સ્કોરની ચર્ચા થઈ રહી છે.