T20 WC IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ લીધી, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરી રહી છે.
આ પહેલા સુપર-8ની પ્રથમ મેચ ધોવાઈ ગઈ હતી, જેના કારણે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને એક-એક પોઈન્ટ આપી દેવાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકાના રેકોર્ડની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 34 ટી-20 મેચોમાંથી 21 મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 13 મેચ જીતી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાનસન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગિડી.
અમદાવાદમાં ભારત 9માંથી 7 ટી-20 જીત્યું
ભારતીય ટીમ અમદાવાદના મેદાન પર કુલ મળીને 9 ટી-20 રમ્યું છે, જેમાંથી સાતમાં વિજેતા બન્યું છે. જ્યારે માત્રે બે મેચમાં હાર્યું છે. ભારતને આ મેદાન પરનો છેલ્લો પરાજય 16મી માર્ચ, 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે થયો હતો. જોકે, આ પછી અમદાવાદમાં ટીમ ઈન્ડિયા છેલ્લી પાંચ મેચમાં વિજેતા બની છે. દક્ષિણ આફ્રિકા આ મેદાન પર ચાર મેચ રમ્યું છે, જેમાંથી એકમાત્ર 2025માં રમાયેલી ભારત સામેની મેચ હાર્યું હતુ. જોકે આ સિવાય તે અમદાવાદમાં ત્રણ મેચ જીત્યું છે.

