Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Steve Smith breaks these records with his 37th test century

સ્ટીવ સ્મિથે 37મી ટેસ્ટ સદી ફટકારતા જ લગાવી રેકોર્ડ્સની લાઈન, રાહુલ દ્રવિડ સહિત અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સ્ટીવ સ્મિથે 37મી ટેસ્ટ સદી ફટકારતા જ લગાવી રેકોર્ડ્સની લાઈન, રાહુલ દ્રવિડ સહિત અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટેન્ડ-ઈન કેપ્ટન સ્ટીવ સ્મિથે એશિઝ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી છે. ફેબ્રુઆરી 2025 પછી 13 ઈનિંગ્સમાં આ તેની પહેલી સદી હતી. આ તેની 37મી ટેસ્ટ સદી અને એશિઝમાં તેની 13મી સદી પણ હતી. આ WTC ઈતિહાસમાં સ્ટીવ સ્મિથની 14મી સદી હતી.

App Store

સ્ટીવ સ્મિથ WTC ઈતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં 4524* રન બનાવ્યા છે. તેણે આ મામલે માર્નસ લાબુશેનને પાછળ છોડ્યો છે.

WTC ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

  • જો રૂટ - 6474 રન
  • સ્ટીવ સ્મિથ - 4529 રન*
  • માર્નસ લાબુશેન - 4447 રન
  • ટ્રેવિસ હેડ - 3900 રન
  • બેન સ્ટોક્સ - 3799 રન

રાહુલ દ્રવિડ પણ પાછળ રહી ગયો

સૌથી વધુ ટેસ્ટ સદીનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે, જેણે 51 સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથ આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે, તેણે 37 ટેસ્ટ સદી ફટકારી છે. તેણે સિડનીમાં 37મી ટેસ્ટ સદી ફટકારીને ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે.

સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી

  • 51 - સચિન તેંડુલકર
  • 45 - જેક્સ કાલિસ
  • 41 - રિકી પોન્ટિંગ
  • 41 - જો રૂટ
  • 38 - કુમાર સંગાકારા
  • 37 - સ્ટીવ સ્મિથ
  • 36 - રાહુલ દ્રવિડ

સ્ટીવ સ્મિથે સિડની ટેસ્ટમાં પોતાની એશિઝ કારકિર્દીની 13મી સદી ફટકારી હતી, આ સાથે તેણે જેક હોબ્સને પાછળ છોડી દીધો છે.

એશિઝમાં સૌથી વધુ સદીઓ

  • 19 - ડોન બ્રેડમેન
  • 13 - સ્ટીવ સ્મિથ
  • 12 - જેક હોબ્સ
  • 10 - સ્ટીવ વો
  • 9 - વોલી હેમન્ડ
  • 9 - ડેવિડ ગોવર

ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટ ગુમાવીને 518 રન બનાવી ચૂકી છે. સ્ટીવ સ્મિથ (129) અને બ્યુ વેબસ્ટર (42) અણનમ છે. આ દટેસ્ટમાં ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 384 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તેથી ઓસ્ટ્રેલિયા અત્યારે 134 રનની લીડ ધરાવે છે.