રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત 7 સ્ટાર ખેલાડીઓની લેવાશે ટેસ્ટ, ફેલ થયા તો લાગી શકે છે મોટો ઝટકો
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પછી ટીમ ઈન્ડિયાની કોઈ મેચ રમાઈ નથી. જેના કારણે ફેન્સ તેમના ફેવરિટ ખેલા

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પછી ટીમ ઈન્ડિયાની કોઈ મેચ રમાઈ નથી. જેના કારણે ફેન્સ તેમના ફેવરિટ ખેલાડીઓને ફરીથી મેદાન પર જોવા માટે ઉત્સુક છે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા 1 મહિનાના લાંબા અંતરાલ પછી મેદાનમાં ઉતરશે. આ ટુર્નામેન્ટ પહેલા, 30 ઓગસ્ટના રોજ NCA ખાતે રોહિત શર્મા-શુભમન ગિલ સહિત 7 સ્ટાર ખેલાડીઓની ટેસ્ટ લેવાશે. આ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયેલા ખેલાડીઓને મોટો ઝટકો લાગી શકે છે.
રોહિત-ગિલ સહિતના સ્ટાર ખેલાડીઓની ટેસ્ટ લેવાશે
એશિયા કપ 2025 પહેલા NCA ખાતે સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ થવાની છે. જેમાં ODI કેપ્ટન રોહિત શર્મા, ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટની સાથે બ્રુનો ટેસ્ટ પણ આપવી પડશે.
જે ખેલાડીઓ આ બંને ટેસ્ટમાં ફેલ થશે. તેમના માટે ટીમ ઈન્ડિયામાં રમવું ખૂબ મુશ્કેલ બનશે. BCCI હાલમાં ફિટનેસ પ્રત્યે ખૂબ સભાન છે. નવું ભારતીય ટીમ મેનેજમેન્ટ પહેલા કરતાં ફિટનેસ પ્રત્યે વધુ ગંભીર લાગે છે.
ODI કેપ્ટન રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ એશિયા કપ 2025 ટીમનો ભાગ નથી, તેમ છતાં આ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થઈ લેવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં તક આપવામાં આવી શકે છે. જેના કારણે મેનેજમેન્ટ આ ખેલાડીઓને અગાઉથી તૈયાર કરવા માંગે છે. આગામી સમયમાં અન્ય ખેલાડીઓએ પણ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.




