Asia Cup પહેલા BCCI એ એમએસ ધોનીને આપી ઓફર, શું ફરી એકવાર બનશે ટીમ ઈન્ડિયાનો ભાગ?

Asia Cupના થોડા દિવસ પહેલા, એક સમાચાર બહાર આવ્યા છે, જે ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચાવી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI ફરીથી એમએસ ધોનીને મેન્ટરની ભૂમિકા આપવા માંગે છે. ધોની અગાઉ 2021 T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાનો મેન્ટર બન્યો હતો, તે સમયે હેડ કોચ રવિ શાસ્ત્રી હતો. અહેવાલ મુજબ, ધોનીને એક ઓફર આપવામાં આવી છે.
શું એમએસ ધોની ટીમ ઈન્ડિયાનો મેન્ટર બનશે?
અહેવાલ મુજબ એમએસ ધોની મેન્ટર બનીને ભારતીય ક્રિકેટમાં આગામી પેઢીની ટીમ તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ધોની ભાગ્યે જ આ ઓફર સ્વીકારશે, અને તેના આમ કરવા પાછળનું કારણ ગૌતમ ગંભીર હશે. 2021માં જ્યારે MS ધોની મેન્ટર બન્યો, ત્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ નહતી પહોંચી શકી.
કેટલાક અન્ય અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે એમએસ ધોની IPL 2026 પછી ઈન્ડિયન પ્રીમિયર લીગને પણ અલવિદા કહી શકે છે. IPL 2026 T20 વર્લ્ડ કપ 2026ના સમાપન પછીના મહિને શરૂ થશે. તેમાં કોઈ શંકા નથી કે એમએસ ધોનીની હાજરી ખેલાડીઓની આગામી પેઢી માટે ખૂબ મદદરૂપ સાબિત થશે, પરંતુ તેની વિચારસરણી પ્રક્રિયા ગૌતમ ગંભીરથી ઘણી અલગ હોઈ શકે છે.
T20 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોની
પહેલો T20 વર્લ્ડ કપ 2007માં રમાયો હતો, જેની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ત્યારબાદ 2014માં, ટીમ ઈન્ડિયા એ એમએસ ધોનીની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી, કમનસીબે તે વખતે ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

