Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rahul Dravid resigned as head coach of Rajasthan Royals

IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, રાહુલ દ્રવિડે છોડ્યો ટીમનો સાથે

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, રાહુલ દ્રવિડે છોડ્યો ટીમનો સાથે
સોર્સ : Google

IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ મુશ્કેલીમાં છે. ફ્રેન્ચાઈઝીને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાન રોયલ્સે ગયા વર્ષે દ્રવિડને હેડ કોચ બનાવ્યો હતો. આવી સ્થિતિમાં, હવે તેણે માત્ર એક વર્ષ પછી રાજીનામું આપી દીધું છે.

App Store

ફ્રેન્ચાઈઝીએ રાહુલનો આભાર માન્યો

રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સ સાથે હતો. તેના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે, ટીમમાં મજબૂત મૂલ્યો બનાવ્યા છે અને ફ્રેન્ચાઈઝીની સંસ્કૃતિ પર ઊંડી છાપ છોડી છે.

ફ્રેન્ચાઈઝીની માળખાકીય સમીક્ષાના ભાગ રૂપે, રાહુલને ફ્રેન્ચાઈઝીમાં એક મોટું પદ ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેનો સ્વીકાર ન કર્યો. રાજસ્થાન રોયલ્સે, તેના ખેલાડીઓ, વિશ્વભરના લાખો  ફેન્સ અને ફ્રેન્ચાઈઝી પ્રત્યેની તેની નોંધપાત્ર સેવા બદલ રાહુલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

કોચિંગમાં રાહુલનો જલવો

રાહુલ દ્રવિડે લાંબા સુધી ભારતીય ટીમનું કોચિંગ પણ કર્યું છે. તેના કોચિંગ હેઠળ, ભારતીય ટીમે એશિયા કપ 2023 જીત્યો. આ પછી, ભારતે ODI વર્લ્ડ કપ 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલમાં પહોંચ્યું. આ પછી, ભારતે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઈટલ જીત્યું.