મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી (14 નવેમ્બર) બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે,

IND vs SA / સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય; આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી (14 નવેમ્બર) બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે, આ મેચમાં સાઉથ આફ્રિકા ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના ચક્ર હેઠળ રમાઈ રહી છે. ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝને હોમ સિરીઝમાં 2-0થી હરાવ્યા બાદ શુભમન ગિલ અને કંપની સાઉથ આફ્રિકા સામે પણ તેવું જ પ્રદર્શન કરવા માંગશે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકા: એડન માર્કરામ, રાયન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કેઈલ વેરેન્ને (વિકેટકીપર), સાઈમન હાર્મર, માર્કો યાનસન, કોર્બિન બોશ, કેશવ મહારાજ.

તમને જણાવી દઈએ કે ઈડન ગાર્ડન્સ છ વર્ષ પછી ટેસ્ટ મેચની યજમાની કરી રહ્યું છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ 2019માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. ત્યારથી આ પહેલી ટેસ્ટ મેચ છે. આટલા લાંબા સમય પછી ઈડન ગાર્ડન્સ ટેસ્ટ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે એટલું જ નહીં, કોલકાતાના ફેન્સ પણ ઉત્સાહિત છે.

આ સમાચાર શેર કરો