Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa breaks 53 year-old record in 1st test

IND vs SA / ટીમ ઈન્ડિયાની હાર સાથે જ તૂટ્યો 53 વર્ષ જૂનો રેકોર્ડ, સાઉથ આફ્રિકાએ ઈડન ગાર્ડન્સમાં રચ્યો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / ટીમ ઈન્ડિયાની હાર સાથે જ તૂટ્યો 53 વર્ષ જૂનો રેકોર્ડ, સાઉથ આફ્રિકાએ ઈડન ગાર્ડન્સમાં રચ્યો ઈતિહાસ
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકાએ ભારત સામેની પહેલી ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં જીતી લીધી. કોલકાતામાં રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે ટીમ ઈન્ડિયાને ખૂબ ખરાબ રીતે હરાવી હતી. આ શાનદાર જીત સાથે સાઉથ આફ્રિકાએ માત્ર બે ટેસ્ટની સિરીઝમાં 1-0થી લીડ જ નથી મેળવી પરંતુ ઈડન ગાર્ડન્સ ખાતે 53 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ઈડન ગાર્ડન્સ ખાતે  સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કરવાનો આ રેકોર્ડ સાઉથ આફ્રિકાએ તોડ્યો છે.

App Store

સાઉથ આફ્રિકાએ બનાવ્યો રેકોર્ડ

સાઉથ આફ્રિકાએ ભારતને જીતવા માટે 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ મોટો નહતો, પરંતુ ઈડન ગાર્ડન્સ ખાતે તેનો પીછો કરવો એક પર્વત ચઢવા જેવો હતો. જો ટીમ ઈન્ડિયા તેનો પીછો કરવામાં સફળ થઈ હોત, તો તે 21 વર્ષ પહેલા બનાવેલા પોતાના રેકોર્ડને તોડી શકી હોત. પરંતુ તેવું ન બન્યું. બીજી બાજુ, સાઉથ આફ્રિકાએ 124 રનનો ડિફેન્ડ કરીને 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

સાઉથ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું

124 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 100 રન પણ નહતી બનાવી શકી. કેપ્ટન શુભમન ગિલના ન હોવાનો ઝટકો પહેલાથી જ લાગ્યો હતો. બીજી ઈનિંગમાં બાકીની નવ વિકેટો ફક્ત 93 રનમાં પડી ગઈ હતી. પરિણામે, સાઉથ આફ્રિકાએ 30 રનથી મેચ જીતી લીધી અને 15 વર્ષમાં ભારતમાં પોતાનો પહેલી ટેસ્ટ જીત મેળવી

53 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઈડન ગાર્ડન્સ ખાતે સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કરવાનો અગાઉનો રેકોર્ડ 192 રનનો હતો, જે ૧૯૭૨માં હાંસલ કરવામાં આવ્યો હતો. હવે 53 વર્ષ પછી, સાઉથ આફ્રિકાએ ઈડન ગાર્ડન્સ ખાતે 124 રનનો ડિફેન્ડ કરીને તે રેકોર્ડ તોડ્યો છે.

ટેસ્ટ મેચ કેવી રીતે પરિણામ પર પહોંચી

ટેસ્ટ મેચની વાત કરીએ તો, સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 159 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે પ્રથમ ઈનિંગમાં 189 રન બનાવ્યા અને 30 રનની લીડ મેળવી. સાઉથ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગમાં 153 રન બનાવીને ભારતને 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, તે લક્ષ્ય સામે ભારતીય બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.