Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs PAK asia cup rising stars match details

IND vs PAK / આજે ફરી એકવાર ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / આજે ફરી એકવાર ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સોર્સ : GSTV

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ દોહા, કતારમાં યોજાઈ રહી છે, જેમાં આજે એટલે કે 16 નવેમ્બરે ઈન્ડિયા-A અને પાકિસ્તાન Aની ટીમો વચ્ચે મેચ રમાશે. જિતેશ શર્માની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી છે. 14 નવેમ્બરના રોજ, ઈન્ડિયા-A ટીમે UAE સામે 148 રનથી જીત મેળવી હતી, જેમાં વૈભવ સૂર્યવંશીએ 144 રનની તોફાની ઈનિંગ રમી હતી. હવે, પાકિસ્તાન-A સામેની મેચમાં, બધાની નજર ફરી એકવાર વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેની પાસેથી વધુ એક વિસ્ફોટક ઈનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

App Store

ભારત vs પાકિસ્તાન મેચ ક્યારે શરૂ થશે?

ઈન્ડિયા-A અને પાકિસ્તાન A ટીમો વચ્ચેની મેચ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 7:30 વાગ્યે થશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે આ જીત સાથે ભારત પોઈન્ટ્સ ટેબલમાં નંબર 1 પર રહેશે. પાકિસ્તાને ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ ઓમાન સામે રમી હતી, જેમાં 40 રનથી જીત મેળવી હતી અને હાલમાં તે 2 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે.

ભારત vs પાકિસ્તાન મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં ઈન્ડિયા-A અને પાકિસ્તાન A વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સોની ટેન નેટવર્ક પર ઉપલબ્ધ થશે, જેમાં સોની ટેન 1 અને સોની ટેન 3 પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ થશે. વધુમાં, ફેન્સ સોની લિવ એપમાં લોગ ઈન કરીને મેચ લાઈવ જોઈ શકે છે.

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ માટે બંને ટીમોની સ્કવોડ

ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, નમન ધીર, જિતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), નેહલ વાઢેરા, રમનદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર, ગુરજપનીત સિંહ, સૂર્યાંશ શેડગે, યુદ્ધવીર સિંહ ચરક, અભિષેક પોરેલ, સુયશ શર્મા, વિજયકુમાર વૈશાખ.

પાકિસ્તાન-A: મોહમ્મદ નઈમ, માઝ સદાકત, યાસિર ખાન, મોહમ્મદ ફૈક, ઈરફાન ખાન (કેપ્ટન), સાદ મસૂદ, ગાઝી ગોરી (વિકેટકીપર), મુબાસિર ખાન, ઉબેદ શાહ, અહેમદ દાનિયાલ, મોહમ્મદ સલમાન મિર્ઝા, ખુર્રમ શહઝાદ, મોહમ્મદ શહજાદ, શાહિદ અઝીઝ, સુફિયાન મુકીમ, અરાફાત મિન્હાસ.